Aapnu Gujarat
ગુજરાત

ગઠિયાઓ મુસાફરોના સ્વાંગમાં ગોઠવીને ૫૦ હજાર ચોરી ગયા

શહેરમાં ઓટોરીક્ષા અને શટલરીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી નિર્દોષ નાગરિકોને લૂંટતી લુંટારૂ ટોળકીના આંતકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના વતની એવા એક વૃધ્ધ કાલુપુર સર્કલથી વિસત પેટ્રોલ પંપ જવા શટલ રીક્ષામાં બેઠા તે દરમ્યાન રીક્ષામાં જ મુસાફરોના સ્વાંગમાં બેઠેલા બે પુરૂષ અને એક મહિલાએ તકનો લાભ લઇ વૃધ્ધની બેગમાંથી રૂ.૫૦ હજાર સેરવી લીધા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ પરપ્રાંતીય વૃધ્ધને ઠગાઇનો ખ્યાલ આવતાં તેમણે આ સમગ્ર બનાવ અંગે માધવપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના રાણીવાડા રોડ પર ભીલવાસ ખાતે રહેતા સુમારભાઇ ફૈેઝમહંમદ પટેલ(ઉ.વ.૬૦) શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા હતા અને કાલુપુર સર્કલથી વિસત પેટ્રોલ પંપ જવા માટે એક શટલ ઓટોરીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં પહેલેથી જ બે પુરૂષ અને એક મહિલા મુસાફરોના સ્વાંગમાં બેઠેલા હતા. તેમાંથી એક પુરૂષે વૃધ્ધ સુમારભાઇને તેમની બેગ નડતી હોઇ પાછળ મૂકી દેવા કહ્યું હતું અને આમ કરી બેગ પાછળ મૂકાવી દેવડાવી હતી. દરમ્યાન સુગમ એલ્યુમિનિયમ નામની દુકાન નજીક આવતાં રીક્ષાચાલકે સુમારભાઇને જણાવ્યું કે, તમે અહીં ઉભા રહો, હું બીજી મુસાફરોને ઉતારીને પરત આવું છે એમ કહી સુમારભાઇને રીક્ષામાંથી ઉતારી દીધા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ સુમારભાઇનું ધ્યાન બેગ પર પડતાં તેની ચેઇન ખુલ્લી હતી, જેથી તેમણે બેગ ચેક કરીને જોયું તો, બેગમાંથી રૂ.૫૦ હજાર ગાયબ હતા. તેમને ખ્યાલ આવી ગયો કે, રીક્ષામાં બેઠેલા બે પુરૂષ અને એક મહિલાએ તેમના પૈસા ચોરી લીધા છે જેથી સુમારભાઇ પટેલે આ સમગ્ર બનાવ અંગે માધવપુરા હતી. પોલીસે આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઓટોરીક્ષા તેમ જ શટલ રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી નિર્દોષ નાગરિકો ખાસ કરીને વૃધ્ધો અને વૃધ્ધ મહિલાઓને લૂંટનો ભોગ બનાવતી લૂંટારૂ ટોળકી સક્રિય છે અને સંખ્યાબંધ નાગરિકો તેમનો શિકાર બને છે પરંતુ હજુસુધી આ ટોળકીના સભ્યોને શહેર પોલીસ પકડી શકતી નથી, તેને લઇને પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.

Related posts

રિવરફ્રન્ટ પર કેસર કેરી મહોત્સવ શરૂ

aapnugujarat

કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવાયા

editor

રાજ્યમાં મેઘતાંડવ : એનડીઆરએફની ૧૩ ટીમો તૈનાત

editor

Leave a Comment

UA-96247877-1