Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એર ઇન્ડિયાની રેવેન્યુમાં ૨૦ ટકાનો વધારો 

એર ઇન્ડિયાના રેવન્યુનો આંકડો માર્ચ -એપ્રિલ ૨૦૧૮માં ૨૦ ટકા રહ્યો છે. નવા પ્રવાસ માટે દરેક વિમાનના ઉડ્ડયન કલાકમાં વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે છે. માર્ચ-એપ્રિલમાં એર ઇન્ડિયાના રેવન્યુમાં ૨૦ ટકાનો વધારો થયા બાદ નવી આશા જાગી છે. એરલાઈનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદિપસિંહ ખારોલાએ આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, એરલાઈનનું ધ્યાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેક્ટરમાં ઓપરેશન ક્ષમતાને વધારવાનું રહેલું છે. માર્ચ-એપ્રિલના ગાળા દરમિયાન રેવન્યુ ગયા વર્ષની આજ અવધિની સરખામણીમાં ૨૦ ટકા વધી ગયો છે. આશરે ૩૦૦૦ કરોડ રૂપિયા છે. અલબત્ત ખર્ચ હજુ પણ ખુબ વધારે છે. તેમણે કહ્યું છે કે, એરલાઈન્સને એવિએશન માર્કેટમાં વૃદ્ધિનો લાભ મળી શકે છે. ઇન્ટરનેશનલ રુટથી વધારે આશા પણ દેખાઈ રહી છે જે એરઇન્ડિયાના રેવેન્યુમાં ૭૦ ટકાનું યોગદાન રહ્યું છે. સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું છે કે, તેલ અવિવ જેવા નવા રુટથી ખુબ ફાયદો થયો છે. સાનફ્રાન્સિસ્કો રુટ ઉપર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ખારોલાએ કહ્યું છે કે, અમે ઓપરેશન ક્ષમતાને સુધારવા ઉપર ધ્યાન આપી રહ્યા છે. રુટોની સમીક્ષા કરવામાં આવી રહી છે. કયા રુટ ઉપર વધારે ફાયદા મળી રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે તમામ વિમાનોના ઉડ્ડયન કલાકોમાં વૃદ્ધિ કરવાની અમારી ઇચ્છા છે. અમે કલાકોની સંખ્યા વધારા માટે ઇચ્છુક છીએ. સામાન વિમાનોથી વધારે પ્રવાસ કરી શકાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે. ડીજીસીએના કહેવા મુજબ માર્ચ ૨૦૧૮માં એર ઇન્ડિયાની માર્કેટ હિસ્સેદારી ૧૩.૪ ટકા રહી છે. ૧૫૦ વિમાનોની સાથે એર ઇન્ડિયા આ સમયે દર સપ્તાહ ૪૩ ઇન્ટરનેશનલ માર્ગો સુધી ૨૫૦૦ પ્રાઇમ ટાઈમ સ્લોટ અને ૫૪ સ્થાનિક રુટ માટે ૩૮૦૦ સ્થાનિક સ્લોટનો ઉપયોગ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, એર ઇન્ડિયાના દેખાવમાં સતત સુધારો થઇ રહ્યો છે.

વર્ષ ૨૦૧૬-૧૭માં ઓપરેટિંગ પ્રોફિટ બે ગણો થઇને ૨૯૮.૦૩ કરોડ રૂપિયા રહ્યું હતું. એક સમાન ગાળામાં એરલાઈન્સનું શુદ્ધ નુકસાન ૫૭.૬૫ કરોડ રૂપિયા થઇ ગયું હતું. ૨૦૧૫-૧૬માં એર ઇન્ડિયાનું ઓપરેટિંગ પ્રોફિટનો આંકડો બે ગણો થઇને ૨૯૮.૦૩ કરોડ રૂપિયા થયો હતો. એર ઇન્ડિયામાં નવા પ્રાણ ફૂંકવા તમામ પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે હવે તેના લાભ પણ મળવા લાગી ગયા છે.

 

Related posts

દેશમાં હીટવેવના કારણે ૯ વર્ષમાં ૬૧૦૦થી વધુ નાગરિકોના મોત નિપજ્યા

aapnugujarat

भारतनेट प्रॉजेक्ट के लिए २०४३१ करोड़ रुपये आवंटित : रवि शंकर प्रसाद

aapnugujarat

बिहार में बाढ़: सियासत शुरू, राबड़ी ने कहा-यहां तो चूहे हैं करामाती, वही बांध तोड़ते हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1