Aapnu Gujarat
Uncategorized

ઉનાનાં માઢગામ પાસે રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે નદીની પુન:જીવીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે

સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧લી મે થી જળસંગ્રહ મહા અભિયાન હાથ ધરાયું છે. મનરેગા યોજના ઉપરાંત વોટરશેડ તથા નગરપાલિકાઓ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુજલામ સુફલામ યોજનાનાં ભાગરૂપે ઉના તાલુકા માટે જીવાદોરી સમાન રૂપેણ નદી સાથે માઢગામ પાસેની શાખા-વોકળાને પુન:જીવીત કરવામાં આવશે. રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

વરસાદી પાણીનો સંગ્રહ, જમીનનું ધોવાણ અટકાવવાં સાથે જમીનની ભેજ સરંક્ષણ ક્ષમતા વધારવા નદીનાં વોકળાઓને પુન:જીવીત કરવા આવશ્યક છે. મનરેગાની ટીમ સાથે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા હાથ ધરાનાર આ કામગીરીથી માઢગામ, લેરકા, રાણાવશી, ભેભા, ચીખલી સહિતનાં ગ્રામ્ય વિસ્તારને લાભ થશે.

Report  Bhaskar Vaidh (Somnath)

Related posts

મેન્ટેનન્સ માટે ગયેલું સી-પ્લેન હજુ સુધી પાછું નથી આવ્યું

editor

આદિત્ય પંચોલીએ રામનવમીએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યું

aapnugujarat

માળીયા હાટીના તાલુકામાં મેઘલ રિવર કોર ગ્રુપની અનોખી કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1