Aapnu Gujarat
બિઝનેસ

એફડી રેટમાં વધારો કરવા અન્ય બેંકની સક્રિય તૈયારી

ડિપોઝિટને વધારી દેવાના હેતુસર એચડીએફસી બેંકે પણ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં ૫૦ બેઝિક પોઇન્ટ સુધીનો વધારો કરી દીધો છે. એફડીના રેટમાં વધારો કરવામાં આવ્યા બાદ લોન વધુ મોંઘી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ વધારો કરવામાં આવ્યા બાદ એચડીએફસી બેંક દ્વારા એક વર્ષથી વધુની તમામ મેચ્યોરિટી ઉપર સાત ટકાનો ફ્લેટ રિટર્ન મળી રહ્યો છે જ્યારે સિનિયર સિટિઝનોને ૭.૫ ટકાનો વ્યાજદર મળી શકે છે. બલ્ક ડિપોઝિટરોને આના કરતા પણ વધારે ફાયદો થશે. ૭.૯ લાખ કરોડના ડિપોઝિટ બેઝની સાથે એચડીએફસી બેંકની દેશની બેંક ડિપોઝિટના મામલામાં માર્કેટ હિસ્સેદારી ૭ ટકાની આસપાસ થઇ ગઇ છે. એસબીઆઈએ તેના ડિપોઝિટ રેટમાં ફેબ્રુઆરી મહિનામાં ૫૦ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. અન્ય બેંકો પણ તેમના ડિપોઝિટના રેટમાં વધારો કરવાની તૈયારીમાં છે. ડિપોઝિટ ગ્રોથમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. ક્રેડિટમાં રેટની ગતિ વધારવાની જરૂર દેખાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા ડેટા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૦મી માર્ચ ૨૦૧૮ના આંકડા મુજબ બેંક ડિપોઝિટનો આંકડો ૧૧૫ લાખ કરોડનો રહ્યો છે. અગાઉના નાણાંકીય વર્ષમાં ૧૫.૩ ટકાના ગ્રોથરેટની સામે ૬.૭ ટકાનો વધારો થયો છે. આની સામે બેંકો દ્વારા એડવાન્સમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે. અગાઉના નાણાંકીય વર્ષમાં ૮.૨ ટકાની સરખામણીમાં તેમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે. ડિપોઝિટ રેટમાં વધારો થવાના પરિણામ સ્વરુપે સ્થિતિમાં ઝડપથી ફેરફાર થશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આના પરિણામ સ્વરુપે લોન મોંઘી થઇ શકે છે. ડિપોઝિટની સરખામણીમાં એડવાન્સમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે રેટમાં વધારો કરવાની બેંકોને ફરજ પડી રહી છે. આરબીઆઈએ સિગ્નલ આપ્યા બાદ બોન્ડ માર્કેટમાં વ્યાજદરમાં વધારો થઇ રહ્યો છે. તમામ બેંકો નક્કરપણે માને છે કે, ઉંચી તેલ કિંમતોના પરિણામ સ્વરુપે આરબીઆઈને પણ જૂન મહિનામાં રેટમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. જૂન મહિનામાં આરબીઆઈ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી શકે છે. ક્રૂડની કિંમતો ૧૦ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી છે. આ ઉપરાંત આના લીધે ફુગાવા પર દબાણ વધ્યું છે. એક વર્ષના ડિપોઝિટ પર એચડીએફસી બેંકમાં ડિપોઝિટ દર ૬.૮૫ ટકા છે.

Related posts

હવે સિનેમાથી લઇને ડીટીએચ સેવા વધારે સસ્તી થશે

aapnugujarat

ઓગસ્ટમાં હોલસેલ ફુગાવો ૩.૨ ટકા થયો : ૪ માસની ઉંચી સપાટી

aapnugujarat

अमेजन और फ्लिपकार्ट ने एफडीआई का किया उल्लंघन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1