Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એટીએમ રોકડ કટોકટી હજુ પાંચ દિન રહેશે : નોટબંધીની યાદ તાજી

નોટબંધીના આશરે દોઢ વર્ષ બાદ ફરી એકવાર રોકડની તંગી જોવા મળી રહી છે. કેટલાક રાજ્યોમાં હાલમાં ખાલીખમ થયેલા એટીએમ નોટબંધીના દિવસોની યાદ તાજી કરે છે. દેશના કેટલાક રાજ્યોમાં લોકો કેશની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેમાં લોકોને રોકડ કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ સરકાર અને આરબીઆઇ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરવામાં આવી છે. સરકાર અને આરબીઆઈ દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં આગામી ૫-૭ દિવસ સુધી રોકડની કટોકટી એટીએમમાં યથાવત થઇ શકે છે. એટીએમ કેશ ક્રન્ચની સ્થિતિ જોવા મળી શકે છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ બાદથી એટીએમમાં રોકડ રકમને લઇને તકલીફ ઉભી થઇ છે. બીજી બાજુ કન્ફડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે, દરરોજનો રોકડ પ્રવાહ બેંકોમાં પહોંચી રહ્યો છે.
નાણામંત્રી અરુણ જેટલી અને આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ કહી ચુક્યા છે કે, રોકડ કટોકટીને દૂર કરવાના પગલા લેવાઈ રહ્યા છે. એટીએમ કેશ ક્રન્ચની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે કહ્યું છે કે, ૫૦૦ની નોટની પ્રિન્ટિંગ આશરે પાંચ ગણી કરી દેવામાં આવી છે. જંગી નાણાનો પ્રવાહ રહે તેવી સ્થિતિ ઉભી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કેટલીક બેંકોના ધિકારીઓનુ કહેવુ છે કે ૨૦૦૦ની નોટ બેંકોમાં પરત આવી રહી નથી. એવી અફવા છે કે કર્ણાટક ચૂંટણીમાં કેશ હોર્ડિગના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે. ૨૦૦૦ની નોટ સંગ્રહ કરવામાં આવી રહી છે. જેથી એવી બાબતને પણ બળ મળે છે કે બ્લેક મની હોર્ડિગ માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે કે કેમ. દેશની સૌથી મોટી કરેન્સી અને કદમાં નાની હોવાના કારણે ૨૦૦૦ની નોટને લઇને આ પ્રકારની શંકા ઉભી થઇ રહી છે. આંધ્રપ્રદેશ, તેલંગણા અને મધ્યપ્રદેશમાં પણ રોકડની કટોકટી હવે જોવા મળી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં એટીએમમાં પૈસા નથી તેવા બોર્ડ લાગી ગયા છે. એટીએમ પર આવા બોર્ડના કારણે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં લોકોની હાલત વધારે ખરાબ થઇ રહી છે. પૂર્વીય મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં પણ કેશની કટોકટી જોવા મળી રહી છે. નોટબંધી બાદ મોટા પાય.ે નોટો સર્કુયલેશનમાં આવી ગયા બાદ કેશની આ કટોકટી ચિંતા ઉપજાવે તેવી છે. નોટબંધી બાદ આશરે પાંચ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટ બજારમાં લાવવામાં આવી હતી. જેના કારણે આ સમસ્યા મોટા ભાગે દુર થઇ ગઇ હબતી. પરંતુ હવે ફરી એકવાર રોકડ કટોકટી સર્જાઇ રહી છે. આ સંબંધમાં બેંકોનુ કહેવુ છે કે આ સકંટ જમાખોરીના કારણે સર્જાયુ છે. આરબીઆઇના ડેટા મુજબ છઠ્ઠી એપ્રિલના દિવેસ ૧૮.૨ લાખ કરોડ રૂપિયાની કરેન્સી સર્કુયલેશનમાં હતી. આ આંકડો નોટબંધી પહેલા જે સ્થિતી હતી તેટલો હતો. નોટબંધી બાદ ફરી એકવાર કેશ પુરવઠો પહેલા જેવો થઇ ગયો હતો. ત્યારબાદ ડિજીટાઇજેશનના કારણે આનો ઉપયોગ પણ ઓછો થઇ ગયો હતો. પરંતુ કરેન્સીની અછત ચિંતા ઉપજાવે તેવી છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં માર્ચમાં આ ફરિયાદ ઉઠી હતી. એ વખતે એવા હેવાલ આવ્યા હતા કે ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ બિલને લઇને ભ્રમની સ્થિતી સર્જાઇ હતી. જેથી નાણાં જમા કરનાર લોકોએ નાણાં ઉપાડી લીધા હતા. ગયા વર્ષની તુલનામાં વર્ષ ૨૦૧૮માં વિડ્રોલમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.

Related posts

ભાજપ સાથે ગઠબંધન તોડવા ટીડીપીની તૈયારી

aapnugujarat

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

aapnugujarat

જોધપુરમાં કલમ-૧૪૪ વચ્ચે આસારામ ચુકાદો જાહેર થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1