Aapnu Gujarat
Uncategorized

સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલવા માંગતા ડોક્ટરોને સબસીડી : રૂપાણી

લોકોના સ્વસ્થ આરોગ્ય અને સુખી જીવન આપવાના હેતુથી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના ઉપક્રમે સ્વસ્થ જીવન, સુખી જીવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનો આજે રાજકોટમાં સ્વાસ્થ્ય અને કેન્સર જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાં યોજાયો હતો. જેમાં ટીના અંબાણી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. વિજયભાઇ જણાવ્યું હતું કે, જે પણ એનજીઓ મફ્તમાં લોકોની સારવાર કરે છે તથા કરશે તેની હોસ્પિટલનો રિપેરિંગ ખર્ચ સરકાર ઉપાડશે તથા આ હોસ્પિટલનું પાંચ વર્ષ સુધીનું લાઇટ બીલ માફ કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્થ ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મેડિકલ એજ્યુકેશન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પહેલા ભારતના યુવાનો ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે વિદેશ જતા હતા. જે હવે ઓછુ થયું છે.
રાજ્યમાં વધુમાં વધુ મેડિકલ કોલેજ ખુલે તે દિશામાં સરકાર કાર્યરત છે. સામાન્ય રીતે ઓછામાં ઓછી ૧૦૦ બેડ ધરાવતી હોસ્પિટલ હોય જે સફળ હોય તેને જ મેડિકલ કોલેજ ખોલવાનું લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે રાજ્ય સરકારે આ બાબતે પણ છૂટછાટ આપી જો હોસ્પિટલ સારી ચાલતી હોય તો સરકાર તેમાં મદદ કરશે.

Related posts

चिदम्बरम २८ को राजकोट में व्यापारियों से बातचीत करेंगे

aapnugujarat

ટંકારામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ

aapnugujarat

લીંબડીમાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

editor

Leave a Comment

UA-96247877-1