Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં સામાન્ય કરતા વધારે ગરમી પડશે

દેશભરમાં ગરમીની અસર હવે દેખાવવા લાગી ગઇ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે પહેલા કરતા વધારે ગરમી પડનાર છે. આનો મતલબ એ થયો કે ભીષણઁ ગરમીનો અનુભવ દેશના લોકો કરનાર છે. હવામાન વિભાગની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ વખતથી સામાન્ય કરતા એક ડિગ્રી વધારે ગરમી રહેનાર છે. હવામાન વિભાગના કહેવા મુજબ એપ્રિલ, મે અને જુન મહિનામાં વધારે ગરમી રહેનાર છે. આ મહિનાઓ માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સામાન્ય કરતા વધારે ગરમી પડનાર છે. આ ઉપરાંત સામાન્ય મૌસમની તુલનામાં વધારે દુકાળની શક્યતા છે. પૂર્વીય વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછુ તાપમાન રહેવાની શક્યતા છે. આઇએમડીના પ્રમુખ ડી શિવાનંદ પઇએ કહ્યુ છે કે ઉત્તર ભારતમાં આસમાન સાફ રહેશે. એન્ટી સાયક્લોનિક હવાના કારણે તાપમાન વધારે રહેવાની શક્યતા છે. સામાન્ય કરતા વધારે તાપમાન ગ્લોબલ વોર્મિંગના સંકેત સમાન છે. પઇએ કહ્યુ છે કે ઉત્તર અને પૂર્વીય ભારતમાં મહત્તમ તાપમાન સામાન્યની નજીક રહી શકે છે. જે આસમાનમાં વાદળો અને પ્રી મોનસુનના સંકેત સમાન છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે ઉત્તરમાં તાપમાન વધારે રહી શકે છે. જો કે તે ગયા વર્ષની તુલનામાં ઓછુ રહી શકે છે. આ ગાળા દરમિયાન લોકોને ગરમ હવાનો સામનો કરવો પડશે. રાત્રી ગાળા દરમિયાન પણ વધારે તાપમાન રહી શકે છે. ગરમીની સૌથી વધારે અસર રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં જોવા મળી શકે છે. ગરમીની અસર હાલમાં જોરદાર રીતે અનુભવાઇ રહી છે.

Related posts

कोरोना को जितना रोक पाएंगे, उतनी ही जल्दी खुलेगी हमारी अर्थव्यवस्था : मोदी

editor

બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર ગણાવ્યા

aapnugujarat

देशभर के नेताओं के साथ आज करेंगी बैठक मायावती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1