Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત બંધ હિંસક : છથી વધુના મોત, જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટ પર સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય સામેના વિરોધમાં ભારત બંધ દરમ્યાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભારત બંધ હિંસક રહેતા અનેક જગ્યાઓ ઉપર હિંસા થઈ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા ૬ લોકોના મોત થઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સાત રાજ્યોમાં સૌથી માઠી અસર જોવા મળી હતી. ભારત બંધ હિંસક બન્યા બાદ હિંસામાં છ લોકોના મોત થયા છે જે પૈકી મધ્ય પ્રદેશમાં પાંચ અને રાજસ્થાનમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સામાં પણ વ્યાપક હિંસા થઈ છે. મધ્યપ્રદેશમાં હિંસા દરમ્યાન પાંચ લોકોના મોત થયા છે. રાજસ્થાનના અલવરમાં હિંસા દરમિયાન પોલીસ ગોળીબારમાં પવન કુમાર નામના વ્યક્તિનું મોત થયું છે. બીજી બાજુ મધ્યપ્રદેશના ગ્લાવિયર અને મુરૈનામાં ચાર લોકોના મોત થયા છે. કેટલાક વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. હજુ સુધી ૪૬૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનો રોકવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ચક્કાજામની સ્થિતિ સરજવામાં આવી હતી. પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ ગોળીબારની ફરજ પડી હતી. હિંસક વિરોધ પ્રદર્શનના પરિણામ સ્વરૂપે જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. દેશભરમાં દલિત સંગઠનોના લોકો બંધ કરાવવા માટે બહાર નિકળ્યા હતા. કેન્દ્રિય કાયદા મંત્રાલય દ્વારા એસસી -એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા કરવા માટેની અરજી દાખલ કરવાની મંજુરી આપી દીધા બાદ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નારાજ થયેલા દલિત સમુદાયના લોકો દ્વારા આજે ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. આ બંધને ધ્યાનમાં લઇને પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, પરિવહનસેવા બંધ રહી હતી. રાજ્યમાં આજે થનારી ધોરણ ૧૦ અને ૧૨મા ધોરણની સીબીએસઇની પરીક્ષા પણ મોકુફ કરી દેવામાં આવી હતી. દરમિયાન બિહાર અને ઓરિસ્સાંમાં કેટલીક જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી. એસસી અને એસટી એક્ટની સામે ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. જેની અસર આજે બિહાર સહિતના સાત રાજ્યોમાં સૌથી વધારે પણ જોવા મળી હતી. બિહારના આરા, અરરિયા, જહાનાબાદમાં દેખાવકારોએ ટ્રેનો રોકી હતી. જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. ઓરિસ્સાના સંબંલવપુરમા ટ્રેનો રોકવામાં આવી હતી. આજે દલિત સંગંઠનો દ્વારા કરવામાં આવેલી ભારત બંધની હાકલના કારણે પંજાબ સહિત અનેક રાજ્યોની સરકારે જાહેર પરિવહન સેવા મોકુફ કરી દીધી હતી. તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પંજાબમાં પરીક્ષા મોકુફ કરી દેવામાં આવી હતી. પંજાબમાં પરીક્ષાની નવી તારીખ હવે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. કોઇ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ઉપરાંત એનડીએના દલિત અને પછાત વર્ગથી આવનાર જનપ્રતિનિધીઓ દ્વારા મોદી સરકારને રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર તરફથી આજે અર્જી કરવામાં આવી હતી. એનડીએ સરકારના કેટલાક સાથી પક્ષો દ્વારા પણ ચુકાદાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. સરકારી સુત્રોએ કહ્યુ છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે કોર્ટના ચુકાદાના કારણે એસટી અને એસસી એક્ટ ૧૯૮૯ની જોગવાઇ નબળી પડી જશે. સરકારે એવી દલીલ પણ કરી છે કે કોર્ટના વર્તમાન આદેશના કારણે લોકોમાં કાયદાને લઇને ભય દુર થઇ જશે. કાયદાનો ભંગ વધારે થશે. થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એસસી એને એસટી એક્ટના વધારે પડતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે ચિંતા વ્યક્ત કરીને તેના હેઠળ નોંધવામાં આવેલા તરત ધરપકડના આદેશ પર વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તરત ધરપકડ કરવામાં ન આવે તે જરૂરી છે.

Related posts

राहुल गांधी रण छोड़ साबित हुए : शिवराज

aapnugujarat

પુલવામા એન્કાઉન્ટરમાં વધુ બે ત્રાસવાદીઓ મોતને ઘાટ

aapnugujarat

બંગાળમાં તાડકાની સરકાર અને મુમતાઝની લોકશાહી : પજ્ઞા ઠાકુર

editor

Leave a Comment

UA-96247877-1