Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના વિઝાનો આંક ૩ વર્ષમાં વધીને ૧૨ લાખ થયો

અમેરિકાના વિઝા મેળવવા માટેના નિયમો આવનારા દિવસોમાં વધુ કડક થવાના છે કારણ કે હવેથી વિઝાની અરજીની સાથે સોશિયલ મીડિયાની હિસ્ટ્રી અને છેલ્લાં પાંચ વર્ષના જેટલા પણ ફોન નંબર વાપર્યા હોય તેની વિગત આપવી પડશે. ફેડરલ રજિસ્ટ્રારે આ ફેરફારની માહિતી આપી છે. જે મુજબ નવા વિઝા ફોર્મ અંગે લોકો પાસેથી ૬૦ દિવસમાં કોમેન્ટ્‌સ માગવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે અમેરિકા માટે જોખમી બની શકે તેવા લોકોને અહીં આવતા રોકવાનો આ પગલાં પાછળનો હેતુ છે. અમેરિકી સરકાર તરફથી એવું કહેવાયું છે કે વિદેશ વિભાગ કાયદાના માપદંડો હેઠળ વિઝા અરજદારોની માહિતી મેળવી રહ્યું છે, જેથી કરીને તેમની ચોક્કસ ઓળખ અને તપાસ થઇ શકે. નોંધનીય છે કે દર વર્ષે આશરે ૭ લાખ અમેરિકામાં ઇમિગ્રેન્ટ વિઝા અને ૧.૪ કરોડ લોકો અન્ય વિઝા માટે અરજી કરે છે. નવા નિયમોથી આ તમામને અસર થશેએચ-૧બી વિઝાધારકના સ્પાઉસ વિદેશી પ્રતિભાઓ માટે યુએસને વધુ આકર્ષક બનાવે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીયોની અમેરિકા જવાની ઘેલછામાં વધારો જોવા મળ્યો છે અને ૨૦૧૪માં ૧૧,૧૧,૭૩૮ જેટલા વિઝિટર વિઝા અપ્રૂવ થયા હતા અને આંકડો ૨૦૧૬માં વધીને ૧૨,૦૬,૨૨૫ પર પહોંચ્યો હતો. ૨૦૧૭માં કુલ અપ્રૂવ થયેલા વિઝાનો આંકડો ૮,૩૪,૧૨૧ હતો જે ૨૦૧૬ની સરખામણીએ ૩,૭૨,૦૦૦ જેટલો ઓછો છે. એચ-૧બી વિઝાધારકોના સ્પાઉસને અમેરિકામાં કામ કરવાની અપાયેલી મંજૂરી પાછી ખેંચવાની ટ્રમ્પ વહીવટીતંત્રની દરખાસ્ત વિદેશી પ્રતિભા માટે અમેરિકાને ઓછું આકર્ષક બનાવશે તેમ યુએસ ઈમિગ્રેશન એડવોકસી બોડીનું કહેવું છે. વર્ષ ૨૦૧૫થી અમેરિકામાં એચ-૧બી વિઝાધારકોના એચ-૪ વિઝા હેઠળ આવેલા સ્પાઉસને કામ કરવાની મંજૂરી અપાઈ છે. આ નીતિના કારણે વિદેશી પ્રતિભાઓ અમેરિકા તરફ વધુ પ્રમાણમાં આકર્ષાયા હતા તેમ આ સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે.

Related posts

અમેરિકાએ યુરોપ જનારા મુસાફરોને આતંકી હુમલાની ચેતવણી આપી

aapnugujarat

ઈઝરાયેલની સાથે શાંતિ કરાર માટે સાઉદીએ શરત રાખી

editor

पाकिस्तान में अंतरराष्ट्रीय किडनी रैकेट का भंडाफोड़

editor

Leave a Comment

UA-96247877-1