Aapnu Gujarat
બ્લોગ

ધૂમ્રપાન બાળકોમાં બહેરાશ લાવી શકે : અભ્યાસ

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેસીવ ધુમ્રપાન બાળકોમાં બેરાશ લાવવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોના શરીરમાં ધૂમ્રપાનની ખૂબ જ માઠી અસર થાય છે. આ પ્રકારના ધૂમ્રપાનથી કેટલીક ગંભીર પ્રકારની આરોગ્યની તકલીફ ઊભી થાય છે. તે પ્રકારના તારણો પહેલાંથી જ બહાર આવી ચૂક્યા છે.
હવે નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે પણ ટીનેજરો ઉપર માઠી અસર થાય છે. આવા ધૂમ્રપાનથી બાળકોમાં સાંભળવાની શક્તિ જતી રહેવાનો ખતરો રહે છે. ૧૨થી ૧૯ વયના ૧૫૦૦ જેટલા લોકોને આવરી લઈને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે ગ્રસ્ત બાળકો સાંભળવાની શક્તિ વધારે ગુમાવે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પેસિંવ સ્મોકિંગથી એક એવા વિસ્તારને બ્લડ સપ્લાયને અસર કરે છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આ વિસ્તાર વ્યક્તિની ભાષા સમજવા અને સાંભળવાની શક્તિને સક્ષમ રાખવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાના બાળકો ધરાવતા માતાપિતા પૈકીના ઘણા માતાપિતા બાળકો ઘરે અભ્યાસ કરે છે ત્યારે અથવા તો રમતા હોય છે ત્યારે ઘરમાં ધૂમ્રપાન કરે છે. આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોનું સ્કૂલમાં વર્તન પણ અશાંત રહે છે. શિક્ષણમાં પણ નબળા હોય છે. ભણવામાં નબળા હોવાના કારણો જાણવા મળ્યા નથી. તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્યની ઘણી સમસ્યાઓ ધૂમ્રપાનને લીધે ઊભી થાય છે. અસ્થમા, હાર્ટના રોગ, ફેંફસાના કેન્સર સહિતના ઘણા ગંભીર રોગ ધૂમ્રપાનના કારણે થાય છે તેવા અહેવાલ પહેલેથી જ આવી ચૂક્યા છે. આ અભ્યાસ કરતી વેળા સંશોધકોએ ટીનેજરોની સાંભળવાની વ્યાપક પ્રવૃત્તિમાં અભ્યાસ કર્યો હતો.

 

Related posts

MORNING TWEET

aapnugujarat

ભાજપની જીત અઘરી ખરી કોંગ્રેસ પણ જીતના લાડવાથી હજુ દૂર

aapnugujarat

દર ચાર કલાકોમાં એક બેંક કર્મી ઠગાઈમાં પકડાય છે : રિઝર્વ બેંકના નવા ડેટામાં ચોંકાવનારો ઘટસ્ફોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1