Aapnu Gujarat
Uncategorized

દાદરા નગરહવેલી : ચાર નાના બાળકોને બાનમાં રાખી માતા ઉપર ગેંગરેપ

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીનાં અથોલા ગામે ઉઘરાણી કરવા આવેલા બે શખ્સોએ પતિ ઘરમાં ન હોવાનું જાણી મહિલાના ચાર નાના બાળકોને બાનમાં રાખી મહિલા ઉપર ગેંગ રેપ કરાયો હતો. આ ઘટનામાં આરોપી નાસી છૂટયા છે. જો કે, તેમનો મોબાઇલ તથા શર્ટ છોડી ગયા હોવાથી પોલીસે કબજે લઇ તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સેલવાસ નજીકના અથોલા ગામે એક ભંગારનો ધંધો કરનાર વેપારી રહે છે. આ વેપારી ધંધાના કામ અર્થે વાપી આવ્યો હતો. દરમિયાન તેને ભંગાર વેચનાર બે શખ્સો તેની ઘરે પહોંચી ગયા હતા અને રૃપિયાની માંગણી કરી હતી તેથી મહિલાએ તેનો પતિ હાલ ઘરે ન હોવાથી તેઓ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતુ. આ સમયે તે બંને શખ્સોના મનમાં વાસનાનો કીડો સળવ્યો હતો. તેથી ઘરમાં પતિ ન હોય, તેઓ અંદર પ્રવેશી ગયા હતા અને આ ૩૭ વર્ષીય મહિલાના નાના ૪ માસુમ સંતાનોને ધમકાવીને ચૂપ બેસાડી દઇ મહિલા ઉપર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે, લોકો પહોંચે તે પહેલા બંને શખ્સો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. દરમિયાન મહિલાનો પતિ પણ ઘરે પહોંચતા મહિલાએ તેને સમગ્ર હકિકત બયાન કરી હતી. જે બાદ સેલવાસ પોલીસને ફરિયાદ અપાતા પોલીસ દોડતી થઇ હતી.

Related posts

ધોરાજીમાં રક્ત દાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પ યોજાયો

editor

બીડીની ફૂંકથી કેન્સર મટાડતા બાબાનો ગોરખધંધો બંધ કરાયો

aapnugujarat

ઢીંચડાનું તળાવ કે ડમ્પિંગ પોઈન્ટ ?

editor

Leave a Comment

UA-96247877-1