Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ જૂનમાં દોડશે

ભારતમાં નિર્મિત પ્રથમ હાઈસ્પીડ ટ્રેન જૂન મહિનામાં શરૂ કરી દેવામાં આવશે. સેમી હાઈસ્પીડ ટ્રેન સેગ્મેન્ટવાળી આ ટ્રેનની ગતિ ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે. આ મેટ્રોની જેમ ઇલેક્ટ્રીક ટ્રૈક્શન ઉપર દોડશે. આને ખેંચવા માટે કોઇ લોકો મોટીવની જરૂર રહેશે. આ ટ્રેનની એક વિશેષતા ઝડપથી ગતિ પકડવાની પણ છે. આનાથી યાત્રા કરતી વેળા ખુબ જ ઓછા સમયમાં યાત્રા પૂર્ણ થશે. આ પ્રિમિયમ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોની જગ્યા પર આવશે. ૧૫ કોચવાળી આ ટ્રેનમાં બેસવા માટે ચેયરકાર અને તમામ આધુનિક સુવિધા રહેશે. આની કિંમત આશરે ૧૦૦ કરોડ રૂપિયા છે. તેના દરેક કોચની કિંમત ૬ કરોડ રૂપિયા છે. યુરોપિયન કોચની સરખામણીમાં તે ૪૦ ટકા સસ્તામાં છે. ચેન્નાઈમાં ભારતીય રેલવેના માલિકીની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટ્રીમાં તેનું નિર્માણ થઇ રહ્યું છે. ઇન્ડિયન કોચ ફેક્ટ્રીના જનરલ મેનેજર સુધાંશુ મણિએ કહ્યું છે કે, આ પ્રથમ સેમિહાઈસ્પીડ ટ્રેન રહેશે. આનું મેન્યુફેક્ચરિંગ ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે. આટ્રેન ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. આની સાથે જ દેશની સૌથી ઝડપથી દોડતી ટ્રેન બનશે. તેમણે કહ્યું છે કે, જો આ ટ્રેન સફળ થશે તો ધીમે ધીમે તમામ શતાબ્દી ટ્રેનોની જગ્યા પર આ ટ્રેન આવશે. મણિએ કહ્યું છે કે, આની સીટો બીજી ટ્રેનોની સરખામણીમાં વધારે મોટી વિસ્તૃત રહેશે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ હાઈસ્પીડ ટ્રેન બનાવવાની દિશામાં આ એક મોટી પહેલ તરીકે છે. આ વર્ષે રેકોર્ડ ૧૧૦૦ એલએચબી કોચ સહિત ૨૫૦૦ રેલવે કોચનું નિર્માણ કરાશે. મણિનું કહેવું છે કે, એલ્યુમિનિયમ કોચ ૨૦૨૦માં શરૂ થઇ શકે છે. આ ટ્રેનની અનેક વિશેષતાઓ રહેશે.

Related posts

પશ્ચિમ બંગાળમાં ૩ દિવસ સંપૂર્ણ લોકડાઉન

editor

આધાર સાથે મોબાઈલ લિંક કરો ઘેરબેઠા

aapnugujarat

પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1