Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવાઇ દળમાં ૩૨૪ તેજસ માર્ક -૨ ટુંકમાં સામેલ થશે

પોતાની ઝડપથી ઘટી રહેલી લડાયક સ્કવોડ્રનની સ્થિતીને ધ્યાનમાં લઇને ભારતીય હવાઇ દળે હવે પોતાના કાફલામાં ૩૨૪ તેજસ વિમાનોને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આના કારણે ભારતીય હવાઇ દળની આકાશી લડવા માટેની તાકાતમાં અનેક ગણો વધારો થઇ જશે. હવાઇ દળે હજુ સુધી ૧૨૩ તેજસ જેટ્‌સ વિમાન પોતાના કાફલામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આના માટે સહમતી પણ આપી દેવામાં આવી છે. આની કિંમત આશરે ૭૫૦૦૦ કરોડની આસપાસ રહેનાર છે. સુત્રોના કહેવા મુજબ એરફોર્સે ૨૦૧ તેજસ માર્ક-૨ વિમાનો માટે હાલમાં સહમતી આપી છે. જે બિલકુલ નવા ફાઇટર જેટ છે. તેમની રડાર, હથિયાર અને એન્જિન ક્ષમતા પહેલા કરતા ખુબ વધારે છે. વર્તમાન તેજસ માત્ર ૩૫૦-૪૦૦ કિલોમીટરના વિસ્તારમાં માત્ર એક કલાકમાં એક્શન રહી શકે છે. સાથે સાથે માત્ર ત્રણટન સુધી હથિયાર લઇને ત્રાટકવામાં સક્ષમ છે. બીજી બાજુ અન્ય સિંગલ એન્જિન યુદ્ધ વિમાન જેમ કે સિવીડનના ગ્રિપન-ઇ અને અમેરિકાના એફ-૧૬ વિમાન આની તુલનામાં બે ગણા હથિયારો લઇને અને બે ગણી સમય સુધી એક્શન લઇ શકે છે.હાલના સમયમાં ઇન્ડિયન એર ફોર્સ પોતાની લઘુતમ ૪૨ સ્કવાડ્રોનની ક્ષમતા કરતા પણ નીચે ૩૧ યુદ્ધ વિમાન સુધી પહોંચી ગઇ છે. જે ચીન અને પાકિસ્તાન તરફથી રહેલા પડકારોને ધ્યાનમાં લઇને ખુબ ઓછી ક્ષમતા છે. એર ફોર્સ માને છે કે આ પરેશાનીમાંથી બહાર આવવા માટે મોટી સંખ્યામાં મોંઘા વિદેશી યુદ્ધ વિમાનો ખરીદવાની બાબત યોગ્ય વિકલ્પ રહેશે નહી. અત્રે નોંધનીય છે કે ભારતે વર્ષ ૨૦૧૬માં ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેની કિંમત ૫૯૦૦૦ કરોડ રૂપિયા છે. હવે તેજસ માર્ક-૨ વિમાન સામેલ કરવામાં આવનાર છે. તેજસ માર્ક-૨ વિમાન હાલમાં પોતાના વિકાસના તબક્કામાં છે.એરફોર્સને આશા છે કે વર્ષ ૨૦૧૯ સુધી તેની પાસે નવા વિમાનો રહેશે. એરપોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવેલા ૨૦ તેજસ વિમાનોમાંથી માત્ર છને જ હજુ સુધી ઇનિશિયલ ઓપરેશન ક્લિયરન્સ પ્રક્રિયા મળી છે. એરફોર્સને આશા છે કે, ૨૦૧૯ની શરૂઆતમાં ૨૦ અન્ય તેજસ વિમાનોને ઓપરેશન મંજુરી મળી જશે. એરફોર્સ દ્વારા ૮૩ તેજસ માર્ક-૧એ ફાઇટર વિમાનોનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે જેની કિંમત ૫૦૦૦૦ કરોડ રૂપિયા છે. આમા જેટ વિમાનોમાં જાળવણી, રડાર, મિડએર રિફ્યુલિંગ, લોંગ રેંજ મિસાઇલ અને દુશ્મનોના રડારને જામ કરવાની ક્ષમતા સહિત ૪૩થી વધારે સુધારા કરવામાં આવ્યા છે. આ ૮૩ વિમાનોની ડિલિવરી ૨૦૨૩થી શરૂ કરવામાં આવશે. સુત્રોના કહેવા મુજબ ભારતીય હવાઈ દળ તેજસના કુલ ૧૮ સ્ક્વાડ્રોન બનાવવા પર સહમત છે. આ નિર્ણય સાઉથ બ્લોક સ્થિત સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

Related posts

सेना में होगा स्ट्रक्चरल बदलाव, ५७००० जवानों पर पड़ेगा असर

aapnugujarat

પંજાબ હરિયાણામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી રેલીઓમાં ભીડ એકઠી કરવાનો બિઝનેસ

aapnugujarat

सात साल में बॉर्डर पर 6942 बार फायरिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1