Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબ હરિયાણામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી રેલીઓમાં ભીડ એકઠી કરવાનો બિઝનેસ

શું તમે રાજકીય રેલીનું આયોજન કરી રહ્યા છો? શું તમારે આ રેલીમાં ભીડ એકઠી કરવી છે? તો આ માટે તમારે કયા પ્રકારનું પેકેજ જોઈએ છે? આ તમામ સવાલોના જવાબ તમને અહીં મળશે. પંજાબ હરિયાણા સરહદ પર સ્થિત ગુલ્હા ચીકા ગામના કોઈપણ ટેક્સી સ્ટેન્ડ પર જતા વ્યક્તિને સૌથી પહેલા ઉપર જણાવેલા જ કેટલાક સવાલોનો સામનો કરવો પડે છે. હક્કીકત એવી છે કે, આ ગામમાં નાણાં લઈને નેતાઓની રેલીઓમાં ભીડ એકઠી કરવાનો વ્યવસાય ફુલ્યોફાલ્યો છે.
કુરુક્ષેત્ર લોકસભા ક્ષેત્રમાં ચૂંટણીના સમયે આ ટેક્સ સ્ટેન્ડ પર કેબ ઓપરેટરોને વધારાની આવકની તક મળે છે. આજકાલ આ ઓપરેટરોએ કેબ ચલાવવાનું બંધ કરી દીધું છે. એની જગ્યાએ આ લોકો રેલીઓ માટે વાહનો અને ભીડને પૂરી પાડી રહ્યાં છે. જરૂરીયાત અનુસાર ગ્રાહકો અલગ અલગ પેકેજ લઈ શકે છે.
સ્થાનિક ટેક્સી ઓપરેટર બિન્ની સિંધલાએ કહ્યું કે, જો પંજાબમાં કોઈ ચૂંટણી રેલી યોજાઈ તો તેમને શીખ લોકોની જરૂર પડે છે. હરિયાણામાં કોઈ ચૂંટણી રેલી યોજાઈ તો તેમને જાટ સમુદાયના લોકોની જરૂર પડે છે. આ માટે અમે દરેક પ્રકારની ભીડ પૂરી પાડીએ છીએ. અમારી પાસે પોતાની કાર પણ કારણ કે, રેલીઓમાં મોટી સંખ્યામાં ગાડીઓની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત અમે કમિશનથી બીજા પાસેથી ગાડીઓ લઈએ છીએ.સિંધલાના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણામાં રેલી માટે સામાન્ય રીતે ૧૫૦થી ૫૦૦ ‘કિટ્‌સ’ની માગ રહે છે. અમે રાજસ્થાનમાં બે રેલીઓ માટે પેકેજ પણ મોકલાવ્યા છે. પરંતુ અન્ય રાજ્યોમાં અમારો બિજનેસ સક્રિયા નથી થયો. કારણ કે ભીડને ત્યાં લઈ જવા માટે વ્યવસ્થા કરવી પડે છે.
પાંચ સીટો ધરાવતી એક કાર ૨૫૦૦ રૂપિયામાં સવારી સાથે આની કિંમત ૪૫૦૦ રૂપિયામાં પડે છે. અલગ રીતે ભીડની જરૂર હોય તો આ રકમ ૬૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.આ બિજનેસ અંગે માહિતી આપતા અન્ય એક ટેક્સી ઓપરેટર રાકેશ કપૂરે કહ્યું કે, અમે રેલીઓમાં જતા લોકોને ૩૦૦ ૩૦૦ રૂપિયા આપીએ છીએ. રેલી જો સાંજના સમયે હોય તો લોકોને લઈ જનારી પાર્ટીએ તેમનું જમવાનું, દારુ વગેરે જેવી વ્યવસ્થાઓ કરવી પડે છે. જો પાર્ટી આ વ્યવસ્થા ન કરી શકે તો અમે વધારાનો ચાર્જ વસૂલીને આ વ્યવસ્થા પૂરી પાડીએ છીએ.તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય દળો ડાયરેક્ટ તેમનો સંપર્ક કદી પણ નથી કરતા પરંતુ તેમના કાર્યકર્તાઓ અમારી પાસે આવે છે. ભીડમાં કેવા પ્રકારના લોકો હોય છે એ સવાલના જવાબમાં રાકેશ કપૂરે કહ્યું કે, ખેતરોમાં કામ કરતા અને દુકાનોમાં કામ કરતા લોકોઆ ભીડમાં હોય છે. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને ઘુંઘટ વાળી મહિલાઓ પણ હોય છે. અન્ય એક ટેક્સી ઓપરેટર મનજિન્દર સિંહે કહ્યું કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારના બિજનેસે ગતી પકડી હતી.તેમણે વધુંમાં કહ્યું કે, એક દાયકા પહેલા રાજકીય પક્ષો પોલીસ કર્મીઓને બોલાવતી હતી, જે ટેક્સી ઓપરેટરોને તેમની કાર મોકલવા માટે કહેતા હતાં. જો આ કાર ઓપરેટરો આમ ન કરે તો તેમના પર દંડ પણ ફટકારી અથવા અન્ય રીતે પરેશાન કરવામાં આવતા હતાં. મનજિન્દર સિંહે કહ્યું કે, તે સમયે ભીડ એકઠી કરવી સરળ હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રેલીઓમાં જતાં લોકો જૂદી જૂદી માગ કરે છે. જેમકે કારમાં એસી છે કે નહીં, ખાવામાં શું મળશે. હવે લોકો એટલી સરળતાથી માનતા નથી. જો આ લોકો એક દિવસ રેલીમાં વિતાવે છે કે, તેના બદલામાં કંઈક માગે પણ છે.સિંઘલા, કપૂર અને સિંહે કહ્યું કે, રેલીઓમાં જતાં લોકોને કોઈ પાર્ટીના પક્ષમાં પ્રભાવિત કરવાની કોશિશ નથી કરતાં. કપૂરે કહ્યું કે, આ તેમના પર નિર્ભર છે કે, તે કઈ પાર્ટીને મત આપશે. અમાપી ભૂમિકા આ લોકોને માત્ર રેલીઓમાં લઈ જવા સુધી સીમિત છે. અમે આ લોકોને કોઈ પાર્ટીના પક્ષમાં મતદાન કરવા કહેતા નથી અને આ લોકો અમારુ સાંભળતા પણ નથી. એક જ વ્યક્તિ જૂદા જૂદા પક્ષોની રેલીઓમાં જાય છે. કોઈને મત આપવા માટે કેવી રીતે ફોર્સ કરી શકીએ છીએ. હરિયાણામાં લોકસભાની ૧૦ બેઠકો જ્યાં ૧૨મેના રોજ મતદાન થશે.

Related posts

लखनऊ – नई दिल्ली तेजस एक्सप्रेस आज से बंद

editor

15 રાજ્યોના 81 કરોડ રાશનકાર્ડધારકોને ફાયદો

editor

ઘુસણખોરો મામલે કોંગ્રેસ અને ટીએમસી વલણ સ્પષ્ટ કરે : શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1