Aapnu Gujarat
ગુજરાત

વલસાડમાં મુસ્લિમ મહિલાઓએ કહ્યું, ‘ત્રિપલ તલાક બિલ પાછું ખેંચો’

મુસ્લિમ સમુદાયમાં શરીયતને ધ્યાને લઈને ૧૪૦૦ વર્ષ પહેલા ઇસ્લામમાં શરીયત માટેના અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. જે કાયદાઓમાં ત્રિપલ તલાકનો કાયદો હાલ ફરીથી વિવાદમાં આવ્યો છે. લોકસભામાં ત્રિપલ તલાકનો મુદ્દાનું બિલ પસાર થાય તે માટે કેટલાક મુસ્લિમ સમુદાય સમર્થન આપી રહ્યા છે. જયારે મોટા ભાગના મુસ્લિમ સમુદાય ત્રિપલ તલાકનો સખત શબ્દમાં વિરોધ કરી રહ્યા છે. જેમાં વલસાડ શહેરની મુસ્લિમ મહિલાઓ દ્વારા ત્રિપલ તલાક બિલનો મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવ્યો હતો.શહેરની ૧૫૦૦થી ૨૦૦૦ જેટલી મુસ્લિમ મહિલાઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને વલસાડ જિલ્લા નાયબ કલેક્ટરને આવેદન આપી સંબંધિત ખાતાઓને તેમનો અવાજ પહોંચાડવા રજૂઆત કરી હતી. રેલીમાં અતુલ જમિયતે ઉલમાનું પણ યોગદાન રહ્યું હતું. વલસાડની આજુ બાજુ તેમજ વલસાડ અને અતુલ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. વલસાડના શહેરમાં રસ્તા પર તીન તલાક બિલના વિરોધમાં ઉતરી હતી સાથે સાથે તેઓએ સરકારના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું.

Related posts

બનાસકાંઠામાં ટેન્કર રાજનો અંત : સરકારે નવી પાઇપ લાઈન નાંખવાની મંજૂરી આપી

aapnugujarat

ગુજરાત ચૂંટણી : ઓબીસી માટેની ટિકિટમાં વધારો થયો

aapnugujarat

શંકરસિંહ વાઘેલાથી નારાજ છે પુત્ર મહેન્દ્રસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1