Aapnu Gujarat
ગુજરાત

શંકરસિંહ વાઘેલાથી નારાજ છે પુત્ર મહેન્દ્રસિંહ

રાજકારણમાં પોતાને માહિર અને અઠંગ ખેલાડી ગણાવતા હોવા છતાં, શંકરસિંહ વાઘેલા રાજકીય આટાપાટામાં એવા તો અટવાઈ જઈને એવી તો પછડાટ મેળવી છે કે જેને કારણે તેમને ઘરમાં પણ ડખો થયો છે. અન્ય કોઈ નહિ પોતાના પુત્ર સાથે જ મતભેદ થઈ ગયો છે. શંકરસિંહે લીધેલાં ચોક્ક્‌સ નિર્ણયોને લીધે તેમના રાજકીય સમર્થકોમાં તો નારાજગી પ્રવર્તી રહી છે. પણ નજીકના અંગત ગણાતા માણસો નારાજ થઈ જાય તેવી સ્થિતિ ઉદભવી છે. જેને પગલે અન્ય તો ઠીક પણ શંકરસિંહનો પોતાનો પુત્ર મહેન્દ્રસિંહ જ નારાજ થઈ ગયો છે.બન્યું એવું કે શંકરસિંહના નિર્ણયોને કારણે તેની રાજકીય કારકિર્દિ ખતરામાં આવી પડી છે. મહે્‌દ્રસિંહને કોંગ્રેસ -ભાજપ બંનેમાંથી હાથ ધોવા પડ્યા છે. હવે જનવિકલ્પ પક્ષમાંથી લડવું પડે તેવી સ્થિતિ સર્જાયી છે. મહેન્દ્રસિંહને ઝટકો એ વાતનો લાગ્યો છે કે કોંગ્રેસ તો છોડી, એ તો ઠીક પણ કોંગ્રેસ છોડ્યા પછી ભાજપની ટિકિટ અને મંત્રીપદ મળવાનું ફાઈનલ હોવા છતાં મહેન્દ્રસિંહ ભાજપનો ખેસ પહેરી શક્યા નહિં. આ બધાં પાછળ ખુદ શંકરસિંહ જ જવાબદાર હોવાનું અને પોતાના હાથે જ પોતાના પુત્રની રાજકીય કારકિર્દિ બગાડી નાંખી હોવાનું માનવામાં આવે છે.શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે છેલ્લી ઘડીએ થયેલા રાજકીય છૂટાછેડાને કારણે મહેન્દ્રસિંહના રાજકીય કારકિર્દિ પર પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયો છે. કોંગ્રેસ છોડતા પહેલાં ભાજપે મહેન્દ્રસિંહને ખાતરી આપી હતી કે કોંગ્રેસ છોડવાની કિંમત પેટે ભાજપ મહેન્દ્રસિંહને વિધાનસભાની ટિકિટ આપશે અને મંત્રી મંડળમાં સામેલ પણ કરાશે. પણ બદલાતી પરિસ્થિતિમાં અમિત શાહે જે રીતે શંકરસિંહ વાઘેલા સાથે કિનારો કરી લીધો, તેમાં મહેન્દ્રસિંહની બાજી ઉંધી પડી ગઈ છે. આ પાછળના કારણોમાં સૌથી મોટું કારણ શંકરસિંહની જનવિકલ્પ યાત્રાને મળતો નબળો પ્રતિસાદ માનવામાં આવે છે.

Related posts

કોંગ્રેસના શાસનમાં ગરીબી, બેકારી, ભ્રષ્‍ટાચાર ફુલ્‍યો ફાલ્‍યો હતો : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

aapnugujarat

શહેરમાં ૬૬૫ ટન જેટલા માટી અને કચરાનો નિકાલ

aapnugujarat

માર્ગ સુવિધા, પુલ નિર્માણમાં ગુજરાત અગ્રેસર છેઃ સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1