Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં ૬૬૫ ટન જેટલા માટી અને કચરાનો નિકાલ

શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી આરંભાઈ છે જેના પગલે આજે દિવસમાં ૬૬૫ટન જેટલા માટી-કચરાનો નિકાલ કરવાની સાથે જ ૧૫૯૯ લોકોના બ્લ્ડ સ્મીયર લેવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના વિવિધ છ ઝોનમાં ૪૪ જે.સી.બી, ૨૫ બોબકેટ,૧૦૬ ડમ્પર,૨૭ પાવડીવાળા ટ્રેકટર,૧૭૫ સાદા ટ્રેકટર સાથે છ ઝોનના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૬૬૫ ટન માટી કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.આ સાથે દરેકઝોનમાં મોબાઈલ મેડીકલ વાન દ્વારા સ્લમ વિસ્તારોમાં દર્દીઓની તપાસ કરવામાં આવી છે જેમાં નવા પશ્ચિમઝોનમાં ૩૮,પશ્ચિમઝોનમાં ૬૮,દક્ષિણઝોનમાં ૭૫, પૂર્વઝોનમાં ૧૧૪, ઉત્તરઝોનમાં ૦૦ અને મધ્યઝોનમાં ૨૬મળી કુલ ૩૨૧ ઉપરાંત દર્દીઓની તપાસ કરવામાં આવી છે.શહેરમાં ૨૬૮૦૦ કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરી ૧૩૪૮ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.૩૫૧૫૦ જેટલી કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુ છે આ સાથે જ ૧૩૨ એકમોને નોટિસ આપી પાણીના ૩૫ નમુના લેવામાં આવ્યા છે.રૂપિયા ૩૨૭૭૬ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૪૮લીટર મેલેરીયા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે કુલ મળીને ૧૫૦૬૭ ઘરો તથા ૨૬૦૯૮ ઓરડાઓમાં આઈઆરએસની કામગીરી કરવાની સાથે૩૩૦૬૭ ઘરોમાં ફોગીંગ કરી કુલ ૧૫૯૯ લોકોના બલ્ડ સ્મીયર લેવામાં આવ્યા છે.શહેરમાં ફોગીંગની કામગીરી માટે કુલ ૨૮૩ વાનફોગ અને ૯લીકો મશીનની મદદ લેવામાં આવી રહી છે.આ ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી શંકાસ્પદ મેલેરીયા તથા ડેન્ગ્યુ તાવના નમુનાઓ લેવામાં આવી રહ્યા છે.ડોર ટુ ડોરના સર્વે દરમિયાન રેપીડ ટેસ્ટ કીટ દ્વારા પણ નિદાન કરવામાં આવી રહ્યુ છે.

Related posts

પૂજ્ય જલારામ બાપાની આજે જન્મ જ્યંતિ

editor

अहमदाबादः स्वाइन फ्लू के आज ३३ केस सामने आए

aapnugujarat

ગુજરાતમાં ઘરે-ઘરે લાગી છે સોલર પેનલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1