Aapnu Gujarat
બિઝનેસ

બચત ખાતા ઉપર વ્યાજદર ઘટ્યા બાદ લોન સસ્તી થશે

છેલ્લા એક પખવાડિયાની અંદર ત્રણ મોટી બેંકોએ બચત ખાતા પર વ્યાજદરોમાં ઘટાડો કરી દીધા બાદ તેના પરિણામ આવવા લાગી ગયા છે. હવે બેંકિંગ ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. આના લીધે લોન ઉપર વ્યાજદરોમાં વધુ ઘટાડો થશે. એક રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે ૩૧મી જુલાઈના દિવસે એક કરોડ રૂપિયાથી વધુ બચત ખાતામાં ડિપોઝિટ પર વ્યાજદર અડધો ટકા ઘટાડીને ૩.૫ ટકા કર્યો હતો. ત્યારબાદ બેંક ઓફ બરોડા અને એક્સિસ બેંકે પમ છેલ્લા સપ્તાહમાં ૫૦ લાખ રૂપિયા સુધી બચત ખાતાના ડિપોઝિટ પર વ્યાજદરમાં અડધો ટકાનો ઘટાડો કરીને ૩.૫ ટકા કર્યો હતો. બજારમાં અભ્યાસ કરનાર એજન્સી ઇન્ડિયા રેટિંગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સંપત્તિની ગુણવત્તા પર સતત દબાણ આવી રહ્યું છે. લોનની નબળી માંગના લીધે બેંકોના નફા ઉપર અસર થઇ છે.

Related posts

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચર્ચા હાથ ધરાશે

aapnugujarat

कंपनी वृद्धि के सही रास्ते पर, स्थिरता का सवाल नहीं है : इन्फोसिस चेयरमैन

aapnugujarat

मोदी सरकार को एक और झटका, अगस्त में निर्यात दर घटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1