Aapnu Gujarat
Uncategorized

સામ પિત્રોડા જામનગરમાં : કહ્યું લોકોના પ્રશ્નોને મળશે ચૂંટણી ઢંઢેરામાં સ્થાન

દેશમાં ટેલિકોમ ક્રાંતિના મંડાણ કરનાર ટેક્નોક્રેટ અને મૂળ સૌરાષ્ટ્રના વતની સામ પિત્રોડાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમે લોકોના પ્રશ્નોને સાંભળીને તે મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપીશુ આથી તેઓ પાસેથી મુદ્દાઓ લઈને નીકળ્યા છે જેમાં મુખ્ય શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, નોકરી અને સ્મોલ એન્ડ મીડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આ બધા મુદ્દાઓ સામે આવ્યા છે.
અમારી ટીમ તેનો આગળ નિર્ણય લેશે. આમાંથી મહદઅંશે મુદ્દાઓને આગામી ચૂંટણીમાં પીપલ મેનીફેસ્ટોમાં સમાવેશ કરાશે. અનેક જગ્યાએ હજી પણ પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન છે તો ખેડૂત, સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, બાળકો અને પોષણક્ષમ આહાર જેવા મુદ્દાઓ પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને એક વિકાસ મોડલ તરીકે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું છે ત્યારે વિકાસની જે રીતે મોટી મોટી વાતો થઇ રહી છે તે માત્રને માત્ર ભાજપનો ભ્રામક પ્રચાર હોવાનું ટેલિકોમ ગુરુ તરીકે ઓળખાતા અને કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ જામનગરની મુલાકાત દરમિયાન કહ્યું હતું.
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા લોકો પાસેથી ઇચ્છા, અપેક્ષાઓ જાણી રહી છે. અને તેઓ જે મુદ્દાઓ કહેશે તે મુદ્દાઓ સમાવીશું. વિકાસના નામે ભાજપે માત્ર ભ્રામક પ્રચાર કર્યો છે. ઘણી બધી બાતો એવી છે કે જ્યાં અનેક મુશ્કેલીઓનો લોકો સામનો કરે છે.આઇ.ટી. ક્ષેત્રે ગુજરાત ઘણું પાછળ છે. આરોગ્યની સુવિધા આપવામાં પણ જોઇએ તેવું કામ ભાજપ સરકારમાં નથી થયું.
પ્રાયમરીમાં ડોકટરો નથી. નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી ખુબ જ મુશ્કેલી પડે છે. શિક્ષણ એક મુદ્દો છે. બેરોજગારીનું પ્રમાણ સતત વધતું જાય છે.
હજારો યુવાનો એવા છે કે, નાના પગારમાં નોકરી કરે છે અને તેનું આર્થિક અને શારીરિક બંન્ને રીતે શોષણ થાય છે.

Related posts

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ : જિલ્લાચૂંટણી અધિકારી અજય પ્રકાશ

aapnugujarat

ભાજપનું શાસન બેદાગ રહ્યું છે : અમિત શાહ

aapnugujarat

ગોંડલમાં પ્રેમીના દુષ્કર્મ, અત્યાચારોથી કંટાળીને સગીરાનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1