Aapnu Gujarat
રમતગમત

વિરાટ કોહલી હાલ ૧૫ લાખ મહિને ભાડાનાં મકાનમાં રહે છે : રિપોર્ટ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલમાં મકાન મળે ત્યાં સુધી મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. આના માટે વિરાટ કોહલીએ વર્લીની એક ઇમારતની ૪૦માં માળે મકાન ભાડા ઉપર લીધું છે. આ ફ્લેટનું ભાડુ મહિને ૧૫ લાખ રૂપિયા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં વિરાટ કોહલીએ વર્લીના એક પ્રોજેક્ટ સ્કાય બંગલોમાં ૮૦૦૦ વર્ગફુટમાં ફ્લેટ બુક કરાવ્યો હતો જે હાલ નિર્માણ હેઠળ છે. આની કિંમત ૩૪ કરોડ રૂપિયાની આસપાસની છે. જાણકારી મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આ ફ્લેટ ૨૦૧૯ સુધી મળી શકશે. આના માટે ૨૪ મહિના સુધી મકાન ભાડે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફ્લેટ માટે ૨૪ મહિના માટે કરાર થયેલો છે. આના માટે વિરાટ કોહલી ૧.૫ કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા કરી છે. ૨૬૭૫ વર્ગફુટમાં આ આવાસ છે જે એનિબેસેન્ટ રોડ વર્લી સ્થિત છે. વિરાટ કોહલી તરફથી કરાર ઉપર વિકાસ પ્રેમ કોહલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાહુલ એસ રહેજા તરફથી મોહન આહુજાએ હસ્તાક્ષર કર્યા છે. ભાડાના આ ફ્લેટ માટે ૧૦૧૩૦૦ રૂપિયાની સ્ટેમ્ટ ડ્યુટી ભરવામાં આવી છે. વિરાટ કોહલીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર આ ફ્લેટની બહારનો એક ફોટો મુક્યો છે અને લખ્યુ છે કે, જો આપના આવાસની બહાર આવો નજારો રહે તો તમે ક્યાં રહેશો.

Related posts

અર્જુન તેંડુલકરનો ફ્લોપ શૉ,શું કારકિર્દી પર પૂર્ણવિરામ…?

aapnugujarat

मंजु रानी हारी

aapnugujarat

फाफ डु प्लेसिस ने की गांगुली के ‘बिग थ्री’ मॉडल की आलोचना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1