Aapnu Gujarat
બિઝનેસ

૩૪૦૦૦ કરોડનો જીએસટી છુપાવાયો : રિપોર્ટ

જુલાઇ-ડિસેમ્બર વચ્ચે જીએસટી નેટવર્કમાં ફાઇનલ રિટર્ન્સમાં પ્રાથમિક મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ શંકા ઉભી થઇ રહી છે કે કારોબારીઓ દ્વારા ૩૪૦૦૦ કરોડની જીએસટી ટેક્સની રકમ છુપાવી છે. આ મુદ્દો શનિવારના દિવસે આયોજિત કરવામાં આવેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સપાટી પર આવ્યો હતો. હવે એવા કારોબારીઓને નોટીસ જારી કરવામાં આવી રહી છે જે કારોબારી જીએસટી રિટર્ન્સ-૧ અને જીએસટીઆર-૩બીમાં જુદી જુદી દેવાદારી દર્શાવી છે. જીએસટીઆર-૧નો ઉપયોગ હાલમાં મુખ્ય રીતે સુચનાના ઇરાદાથી કરવામાં આવે છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે એવા લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે જે બન્ને લોકોએ બન્ને રિટર્ન્સ ફાઇલ કરતી વેળા અંતર રાખી ચુક્યા છે. કેટલાક મામલામાં વ્યક્તિગત કરદાતાના મામલે પુરતી માહિતી એકત્રિત કરવામાં આવ્યા બાદ પરિણામોને રાજ્યો અંગે પણ કહેવામા ંઆવનાર છે. અધિકારીઓએ કહ્યુ છે કે આયાત કરવામાં આવતી ચીજોની કિંમતો ખુબ ઓછી દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે ૧૦૦૦૦ રૂપિયાના મોબાઇલ ફોનની કિંમત સાત હજાર રૂપિયા દર્શાવવામાં આવી છે. દરેક સ્તર પર ઓછી જીએસટી ચુકવવા માટે આ પ્રકારની રણનિતી અપનાવવામાં આવી છે. જીએસટી કલેક્શન અંદાજ કરતા સતત ઓછો રહ્યો છે. કારણ કે, સરકાર ટેક્સ ચોરીના મોરચા પર જુદા જુદા પાસાઓને રોકવામાં નિષ્ફળ ગઇ છે. અધિકારીઓનું કહેવું છે કે, અનેક બિઝનેસમેનને લાગે છે કે, સરકાર જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીને ભેગા કરી શકશે નહીં.

Related posts

FPI દ્વારા માર્ચમાં ૨૦,૪૦૦ કરોડનું રોકાણ

aapnugujarat

સેંસેક્સમાં ૨૯૫ અંકનો ઘટાડો

aapnugujarat

સતત ત્રીજા વર્ષે જેફ બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા : ફોર્બ્સ

editor

Leave a Comment

UA-96247877-1