બિહારમાં લોકસભાની બેઠકોની વહેંચણી એનડીએ માટે પડકારરૂપ

Font Size

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં એનડીએના ગઠબંધન પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને મોટી તકલીફ ઉભી થઇ શકે છે. એનડીએમાં હાલના સમયમાં બિહારમાં ચાર પક્ષો સામેલ છે. જેમાં રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી, ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક સમિતિ પાર્ટીનો સમાવેશ થાય છે. આબંને પક્ષોની પાસે નવ લોકસભા સીટો છે. આવી સ્થિતિમાં એનડીએ માટે ૪૦ લોકસભા સીટવાળા બિહાર રાજ્યમાં બેઠકોની વહેંચણીને લઇને મોટી તકલીફ ઉભી થઇ શકે છે. આ ચાર પક્ષોના વરિષ્ઠ નેતાઓ સાથે હાલમાં જ વાતચીત કરવામાં આવી હતી. ભાજપ અને નીતિશકુમારના જેડીયુએ ૨૦૦૪માં ચૂંટણી ૨૬-૧૪, ૨૦૦૯માં ચૂંટણી ૨૫-૧૫ની વહેંચણી સાથે લડી હતી જેમાં જેડીયુએ ૨૦ સીટો જીતી હતી. ભાજપને ૧૨ સીટો ઉપર જીત મળી હતી. અલબત્ત ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ નારાજ થઇને નીતિશકુમારે છેડો ફાડી લીધો હતો. બંને પાર્ટીઓ જુદા જુદા સ્તર ઉપર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે એકલા હાથે ૨૨ સીટો જીતી હતી. જ્યારે ભાજપના નવા સાથી પક્ષ એલજેપીએ સાત લોકસભા સીટો પર ચૂંટણી લડીને છ ઉપર જીત મેળવી હતી. આરએલએસપીને ચારમાંથી ત્રણ સીટો મળી હતી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું છે કે, ૨૦૧૯માં આ છ સીટો ઉપર ચૂંટણી લડશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે જ્યારે પક્ષો મળી ગયા છે ત્યારે દિલ પણ મળી જશે. તમામ વિવાદોનો ઉકેલ લાવવામાં આવશે. અમારી પાસે છ સીટો છે જે પૈકી મોટાભાગની સીટો લઘુમતિ સમુદાયવાળા છે. જીતનરામ માંઝી જેવા લોકો પહેલાથી જ એનડીએ છોડીને જઇ ચુક્યા છે. જેડીયુના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે, પાસવાનને કોઇ મોટી સમજૂતિ કરવાની ફરજ પડી શકે છે. એલજેપીની પાસે છ સાંસદ છે પરંતુ તેમની પાસે માત્ર બે ધારાસભ્યો છે.
હવે ગઠબંધનના સમીકરણ બદલાઈ ગયા છે. આવી સ્થિતિમાં પાસવાનને છ અથવા સાત સીટો આપવાની બાબત મુશ્કેલરુપ દેખાઈ રહી છે. પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાન પોતે બિહારમાંથી સાંસદ તરીકે છે. જેડીયુના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે, તેમની સમજૂતિ ભાજપ સાથે થયેલી છે. અન્ય સાથી પક્ષો સાથે થઇ નથી. ભાજપની પાસે ૨૨ સાંસદો છે. આમાથી અડધાને બેસવા માટે કહી શકાય નહીં. બિહારમાં પાસવાનની પાસે પણ મહત્વપૂર્ણ મતો રહેલા છે. એનડીએની પાસે અનુભવી નેતા છે જેથી વિવાદને ઉકેલી લેવાશે.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *