Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના સ્થળમાં ફેરફાર

રાજ્યભરમાં આગામી તા. ૧૨ માર્ચથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થનાર છે. વેરાવળમાં લેવાનાર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં સ્થળમાં અનિવાર્ય સંજોગોને કારણે ફેરફાર કરવામાં આવેલ છે. ધો.-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડની રિસિપ્ટમાં દર્શાવેલ સ્થળ મણીબેન કોટક હાઈસ્કુલ, વેરાવળની તમામ બેઠક વ્યવસ્થાનું સ્થળ બદલી હવે પછી સનરાઈઝ ઉચ્ચતર માધ્યમિક શાળા, વિધુતનગર પાસે, પંચવટી સોસાયટી, વેરાવળ ખાતે રાખવામાં આવેલ છે તેમજ શેઠ એમ.પી.ગલર્સ હાઈસ્કુલ, વેરાવળનાં ધો.-૧૨ સામાન્ય પ્રવાહની તમામ બેઠક વ્યવસ્થાનાં સ્થળમાં ફેરફાર કરી હવે પછી આ શાળાના તમામ પરીક્ષાર્થીઓ શ્રી આઈ.ડી.ચૌહાણ હાઈસ્કુલ, તાલાળા નાકા પાસે, મોટી હવેલીની સામે, વેરાવળ ખાતે પરીક્ષા આપી શકશે. ૧૨ માર્ચથી શરૂ થતી ધો.-૧૦ની પરીક્ષામાં સુત્રાપાડા કેન્દ્રના પરીક્ષાર્થીઓની બોર્ડની રીસીપ્ટમાં શ્રી જ્ઞાન જ્યોત કન્યા વિધાલય સુત્રાપાડા ટાવર ગ્રાઉન્ડ પાસે, અમૃતબાગ પાછળ તાલુકો- માંગરોળ , ગીર સોમનાથ પ્રિન્ટ થયેલ છે. જેનું ખરેખર સ્થળ શ્રી જ્ઞાન જ્યોત કન્યા વિધાલય, કોલેજ કેમ્પસ, મામલતદાર કચેરી સામે તાલુકો- સુત્રાપાડા, ગીર સોમનાથ છે જ્યાં આ તમામ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળ ફેરફાર સબંધિત શાળાઓનાં આચાર્યશ્રીઓ/પરિક્ષાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

વીરપુર જલારામ ગામમાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

કાંકરિયા મિની ટ્રેનનાં પાટા બદલવા કરોડોનો ખર્ચ થશે

editor

રાજકોટમાં સગીરાને ગોંધી રાખી બે દિન સુધી ત્રણ યુવકો દ્વારા દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1