Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું છે.. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે ગૌતમ અદાણી સરકારી બેંકોના એનપીએ ફસાવનારા સૌથી મોટા કલાકાર છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે તેમને લોન પરત કરવા માટે જવાબદેહ બનાવવામાં આવે.જો આમ નહીં થાય તો પીઆઇએલ કરવામાં આવશે.  સુબ્રમણ્યમ સ્વામીનું ટ્‌વીટ એવા સમયે આવ્યું છે જ્યારે એનપીએને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના આરોપોને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી બે દોરડાથી બંધાયેલા ડંડાના સહારે કરતબ કરનારા કલાકાર જેવા લાગે છે.મને જાણકારી મળી છે કે તેમની પાસે ૭૨ હજાર કરોડથી વધુ એનપીએ હોઈ શકે છે, પરંતુ સાચી સ્થિતિ તો તપાસ બાદ જ જાણી શકાશે.  તેમણે કહ્યું કે અદાણી ઘણી વસ્તુઓથી બચી રહ્યા છે. કોઈ તેમની પૂછપરછ નથી કરી રહ્યું. સરકારે તેમની કંપનીઓ અને એનપીએ વિરુદ્ધ તમામ મુદ્દાઓ પર સ્ટેટસ રિપોર્ટ માગવો જોઈએ.જોકે આ મામલે અદાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે અદાણી ગ્રુપ બેંકો પાસેથી લીધેલી લોન નિયમિત રૂપે ચૂકવે છે. ગ્રુપ લાંબા સમયથી પોતાની અડધી લોન માટે સરકારી બેંકો પર નિર્ભર છે જે લગભગ ૩૪ હજાર કરોડ રૂપિયા છે અને તેની ચૂકવણી નિયમિત રીતે કરવામાં આવી રહી છે.

Related posts

કેરળમાં પુરની સ્થિતિમાં આંશિક સુધારો

aapnugujarat

વન નેશન, વન ઈલેક્શનની દિશામાં મોદી સરકાર : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ

aapnugujarat

મેહુલ ચોકસીનું નામ ઈન્ટરપોલના ‘રેડ-નોટિસ’ ડેટાબેસમાંથી હટ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1