Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેહુલ ચોકસીનું નામ ઈન્ટરપોલના ‘રેડ-નોટિસ’ ડેટાબેસમાંથી હટ્યું

પંજાબ નેશનલ બેંક સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફ્રોડ આચરનારા વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોક્સીને ઈન્ટરપોલમાંથી મોટી રાહત મળી છે. ચોક્સીનું નામ ઈન્ટરપોલના રેડ નોટિસ ડેટાબેસમાંથી હટાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ લિયોનમાં હાજર એજન્સી ઈન્ટરપોલમાં દાખલ કરાયેલી અરજીના આધારે આ નિર્ણય લેવાયો છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય તપાસ એજન્સી ઝ્રમ્ૈં એ ચૂપ્પી સાધી છે. હીરા વેપારીના પ્રવક્તાએ કહ્યું કે ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસ હટાવવાના નિર્ણયથી મેહુલ ચોક્સીના કિડનેપિંગના દાવાને બળ મળે છે. ભાગેડુ હીરા વેપારીએ દાવો કર્યો હતો કે ભારતીય એજન્સીઓએ તેને કિડનેપ કર્યો હતો. જો કે સરકારે તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ઈન્કાર કર્યો હતો. રેડ નોટિસ ૧૯૫ સભ્ય દેશ- મજબૂત ઈન્ટરપોલ દ્વારા દુનિયાભરમાં કાનૂન પ્રવર્તન એજન્સીઓને પ્રત્યાર્પણ, આત્મસમર્પણ, કે આ પ્રકારની કોઈ કાનૂની કાર્યવાહીમાં ભાગેડુ વ્યક્તિની માહિતી મેળવવા અને અસ્થાયી રીતે ધરપકડ કરવા માટે બહાર પાડવામાં આવેલા એલર્ટનું ઉચ્ચતમ સ્વરૂપ છે. રેડ નોટિસ દુનિયાભરની એજન્સીઓને કોઈ મામલે વોન્ટેડ વ્યક્તિની તલાશી અને તેની ધરપકડ માટે ઈન્ટરપોલ દ્વારા બહાર પાડવામાં આવનાર એલર્ટનું ઉચ્ચતમ સ્તર છે. ઈન્ટરપોલે ૨૦૧૮માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડી હતી. જો કે તે પહેલા જ ચોક્સી ભારતથી ફરાર થઈ ગયો હતો અને જાન્યુઆરીમાં એન્ટીગુઆ અને બારમુડામાં શરણ લીધી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચોક્સીએ પોતાના વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડવાની સીબીઆઈની અરજીને પડકાર્યો હતો અને આ મામલાને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યું હતું. ભાગેડુ વેપારીએ ભારતમાં જેલની સ્થિતિ, વ્યક્તિગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. સીબીઆઈએ કૌભાંડમાં ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી વિરુદધ અલગ અલગ આરોપપત્ર દાખલ કરેલા છે. એજન્સીએ પોતાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે ચોક્સીએ ૭૦૮૦.૮૬ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. જેનાથી તે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દેશનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ બની ગયું.

Related posts

આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન

editor

पी.चिदंबरम की गिरफ्तारी पर कांग्रेस ने कहा- दिनदहाडे लोकतंत्र की हत्या

aapnugujarat

ખાનગી હૉસ્પિટલો કોરોના સેન્ટર દત્તક લે : ઉદ્ધવ ઠાકરે

editor

Leave a Comment

UA-96247877-1