Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પોર્ન સ્ટાર સ્ટેફનીએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો

સ્ટોર્મી ડેનિયલ્સ નામથી જાણીતી એડલ્ટ ફિલ્મોની ભૂતપૂર્વ એક્ટ્રેસ સ્ટેફની ક્લિફર્ડે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં ડેનિયલ્સે કહ્યું કે, ઓક્ટોબર ૨૦૧૬માં ટ્રમ્પ મુદ્દે ચૂપ રહેવા માટે જે કરાર થયો હતો, તે લીગલ નથી. કારણ કે, ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા નહતા. આ કેસ મંગળવારે લોસ એન્જલસની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી, ના તો ટ્‌વીટર પર કોઇ રિએક્શન જોવામાં આવ્યું છે.ટ્રમ્પે જે લેટેસ્ટ ટ્‌વીટ કર્યુ છે તેમાં આર્થિક સલાહકાર પસંદ કરવાની વાત કરી છે.આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે તે, ક્લિફર્ડ અને ટ્રમ્પની વચ્ચે ૨૦૦૬નું અફેર ઉનાળામાં શરૂ થયું જે ૨૦૦૭ સુધી ચાલ્યું.આ સંબંધો દરમિયાન અનેક ચીજો સામેલ રહી, જેમ કે લોસ એન્જલ્સ કાઉન્ટી સ્થિત બેવર્લી હીલ્સ હોટલના બંગલામાં ટ્રમ્પની સાથે એક મીટિંગ પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૦૧૬માં એક કુખ્યાત હોલિવૂડ ટેપ સામે આવી હતી, જેમાં ટ્રમ્પ મહિલાઓ વિશે આપત્તિજનક વાતો કરતાં સાંભળવા મળે છે.આ ટેપ સાર્વજનિક થયા બાદ ટ્રમ્પની સાથે પોતાના સંબંધોને લઇને અનેક મહિલાઓ સામે આવી અને પોતાના સંબંધો વિશે જણાવ્યું.આ જ પ્રકારે ક્લિફર્ડે પણ પોતાના સંબંધો વિશે જાણકારી આપી અને મીડિયા સાથે મળીને ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો.ફેબ્રુઆરી મહિનામાં આવેલા સમાચાર અનુસાર, લાંબા સમયથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને કહ્યું હતું કે, તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બનવાના એક દાયકા પહેલા ટ્રમ્પ સાથે મિત્રતાનો દાવો કરનાર પોર્ન ફિલ્મોની એક એક્ટ્રેસને પોતાની બચતમાંથી એક લાખ ૩૦ હજાર ડોલર આપ્યા હતા.

Related posts

चीन के खिलाफ ऑस्ट्रेलिया ने शुरू की घेराबंदी

editor

વિશ્વમાં અસ્થિરતા ફેલાવવા પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે રશિયા : અમેરિકા

aapnugujarat

Coronavirus : China death toll increased to 106

aapnugujarat

Leave a Comment

UA-96247877-1