Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય રેલવે ૯૦ હજાર કર્મીઓની ભરતી કરવા તૈયાર

ભારતીય રેલવેએ આશરે ૯૦ હજાર કર્મચારીઓની ભરતી કરના માટેની તૈયારી કરી લીધી છે. રોજગારીની શોધમાં રહેલા તમામ લોકો માટે સારા સમાચાર છે. આસિસ્ટેન્ટ લોકો પાયલોટ્‌સ, ટેકનિશયન, ગેંગમેન, સ્વીચમેન, ટ્રેક મેન, વેલ્ડર્સ હેલ્પર્સ સહિતના જુદા જુદા હોદ્દા પર રેલવે દ્વારા ભરતી કરવામાં આવનાર છે. વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારો વચ્ચે સરકારે રોજગારીની વ્યાપક તક ઉી કરવા માટે આ કવાયત શરૂ કરી છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ એનડીએ સરકાર પર પુરતા પ્રમાણમાં રોજગારીની તક ઉભી ન કરવાનો સતત આરોપ કરે છે. બીજી બાજુ રેલવેમાં રહેલી ખાલી જગ્યાએને ભરવાનો હેતુ રેલવેની સુરક્ષાને વધારે મજબુત કરવાનો પણ રહેલો છે. છેલ્લા કેટલાક સમયમાં રેલવેમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આ બાબતને ધ્યાનમાં લઇને ખાલી જગ્યાઓને વહેલી તકે ભરવા માટેની તૈયારી કરવામાં આવી છે. રેલવે દુર્ઘટનાને રોકવા માટે રેલવેએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. તમામ ભરતી હાલમાં સુરક્ષા સાથે સંબંધિત વર્ગમાં હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યોછે. રેલવેમાં સુરક્ષા સાથે સંબંધિત આશરે ૧.૨ લાખ પોસ્ટ ખાલી છે. સરકાર આ પગલાને વધારે અસરકારક રીતે અમલી કરવા માટે તૈયાર છે. પહેલા ભરતીમાં વય અને લાયકાતને લઇને વિવાદ છેડાઇ ગયો હતો. હવે તમામ વિવાદને દુર કરી દેવામાં આવ્યા બાદ ભરતી કરવામાં આવનાર છે.રોજગારીના મોરચે સરકાર લોકસભાની ચૂંટણી પહેલા વધારે ઝડપથી આગળ વધવા માટેની ઇચ્છા ધરાવે છે.રેલવે દ્વારા તમામ વર્ગમાં વય મર્યાદા બે વર્ષ ઘટાડી દીધી છે. રેલવેમાં ભરતી ઉપરાંત અન્ય જુદા જુદા ક્ષેત્રોમાં પણ મોટાપાયે ભરતીની પ્રક્રિયા કેન્દ્ર સરકાર હાથ ધરવા માટે ઇચ્છુક છે. આને લઇને તમામ તૈયારી પણ કરવામાં આવી છે.

Related posts

કર્ણાટકની હાર બાદ ભાજપે બદલવી પડશે રણનીતિ

aapnugujarat

राजस्थान में बीएसपी विधायकों का दल-बदल : माया ने निकाली भड़ास, कांग्रेस दलित विरोधी

aapnugujarat

‘નમો જેકેટ’નું ધૂમ વેચાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1