Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની આઠની માર્કેટ મૂડી ૫૮૬૫૦ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મુડી માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૫૮૬૫૦ કરોડનો ઉછાળો આવ્યો છે. જ્યારે બે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં આઇટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન માત્ર બે કંપનીઓ હિન્દુસ્તાન યુનિલીવર અને મારૂતિ સુઝુકી ઇન્ડિયાની માર્કેટ મુડીમાં ગાબડા પડી ગયા છે. રિલાયન્સ, એચડીએફસી બેંક, આઇટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ અને એસબીઆઇની માર્કેટ મુડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળામાં ટીસીએસની માર્કેટ મુડીમાં ૨૬૭૪૨.૬ કરોડનો વધારો થયો છે. આની સાથે જ ૫૮૯૦૦૭.૧૫ કરોડ માર્કેટ મુડી થઇ ગઇ છે. આરઆઇએલની માર્કેટ મુડી ૭૭૯૦.૯૮ કરોડ વધીને ૫૯૧૬૦૭.૭૪ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી ૬૭૨૯.૪૩ કરોડ વધીને ૨૫૨૪૦૭.૦૩ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મુડી ૫૯૬૩.૮૮ કરોડ વધીને ૨૯૬૧૦૩.૬૦ કરોડ થઇ ગઇ છે.ઓએનજીસીની માર્કેટ મુડી ૪૩૬૩.૩ કરોડ વધીને હવે ૨૪૩૮૩૧.૪૭ કરોડ થઇ ગઇ છે. એસબીઆઇની માર્કેટ મુડી ૩૭૫૪.૯૫ કરોડ થઇ છે જેથી ૨૩૮૩૩૧.૦૧ કરોડ થઇ ગઇ છે. આઇટીસીની માર્કેટ મુડી ૩૨૯૨.૧૬ કરોડ વધીને ૩૨૮૦૫૭.૩૧ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૧૨.૯૬ કરોડ વધીને ૪૮૭૨૫૬.૪૨ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ એચયુએલની માર્કેટ મુડી આ ગાળા દરમિયાન ૬૩૭૪.૩૯ કરોડ ઘટીને ૨૮૬૩૬૦.૫૧ કરોડ થઇ ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ૪૦૬૯.૦૨ કરોડ ઘટીને ૨૮૬૩૬૦.૫૧ કરોડ થઇ ગઇ છે. ટોપ રેન્કિંગ ૧૦ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઇએલ હજુ પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ટીસીએસ છે. છેલ્લા સપ્તાહના ગાળામાં શેરજારમાં તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૧ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો.

Related posts

એર ઇન્ડિયા દ્વારા ૨૦૦૦ કરોડના વધારાના ફંડની માંગ

aapnugujarat

સાત જુદા જુદા પરિબળોની સીધી અસર શેરબજાર પર થવાના સંકેત

aapnugujarat

ટ્રેડ વોરની દહેશતની વચ્ચે આખરે સેંસેક્સમાં ૩૫૨ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1