બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું એકાએક અવસાન થયું છે. શ્રીદેવી અનેક સેલિબ્રીટીઓની પણ આદર્શ રહી છે. ભારતીય સિનેમામાં તેનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીદેવી છેલ્લી ફિલ્મ શાહરુખ ખાનની ઝીરોમાં નજરે પડનાર છે. શ્રીદેવીની આ ફિલ્મમાં એક કેમિયો રોલ અથવા તો મહેમાન કલાકાર તરીકે લેવામાં આવી છે. ફિલ્મમાં તે પોતે પોતાની ભૂમિકા અદા કરતી નજરે પડશે. એમ માનવામાં આવી રહ્યું છે કે, આ એક પાર્ટી સીન રહેશે જેમાં તે શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂરની સાથે નજરે પડશે. ઝીરોમાં શાહરુખ ખાન એક ટૂંકા વ્યક્તિની ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ મારફતે બોલીવુડની મહાન અભિનેત્રીએ છેલ્લી વખત સિલ્વર સ્ક્રીન ઉપર નજરે પડનાર છે. ૨૦૧૨માં ૧૫ વર્ષના ગાળા બાદ બોલીવુડમાં ફરી વાપસી કરનાર શ્રીદેવીએ ફરી એકવાર ચર્ચા જગાવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શાહરુખ ખાનની ઝીરો ફિલ્મમાં તે નજરે પડશે. આ ફિલ્મમાં શ્રીદેવીને હવે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવનાર છે. આનંદ એલ રાવની ફિલ્મમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળનાર છે. શ્રીદેવીએ હિન્દી ઉપર મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ સફળરીતે ભૂમિકા અદા કરી હતી.
આગળની પોસ્ટ