Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સાત જુદા જુદા પરિબળોની સીધી અસર શેરબજાર પર થવાના સંકેત

શેરબજારમાં આજથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જોરદાર તેજીની સાથે સાથે પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ગયા સપ્તાહમાં શેરબજારમાં ઉતારચઢાવવાળી સ્થિતિ રહી હતી. આઈટી અને ફાર્માના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેંસેક્સ ૦.૧૫ ટકા ઘટીને ૩૪૯૧૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૦.૬૯ ટકા ઘટીને ૧૦૬૧૮ની સપાટીએ રહ્યો હતો. સાત પરિબળોની સીધી અસર શેરબજાર ઉપર જોવા મળનાર છે. આઈસીઆઈસીઆઈ બેંક, તાતા કેમિકલ્સ, તાતા કોફીના પરિણામ આવતીકાલે સોમવારના દિવસે જારી કરવામાં આવનાર છે. એબીબી ઇન્ડિયા, અન્ય કેટલીક કંપનીઓના પરિણામ મંગળવારના દિવસે જારી કરવામાં આવશે. જેએસપીએલના પરિણામ બુધવારના દિવસે જારી કરાશે. અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્‌સ, નેસ્લે ઇન્ડિયા, તાતા કોમ્યુનિકેશન, ટાઇટન કંપની, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઝી એન્ટરટેઇનમેન્ટના પરિણામ ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આવી જ રીતે જીલેટ ઇન્ડિયા, તાતા ગ્લોબલના ત્રિમાસિક ગાળાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવશે. ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. છેલ્લા થોડાક મહિનાથી મતદારોને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સત્તા બચાવી લેવા માટે મેદાનમાં છે જ્યારે ભાજપ તરફથી બીએસ યેદીયુરપ્પા મુખ્યમંત્રી તરીકેના દાવેદાર દેખાઈ રહ્યા છે. બજારમાં કર્ણાટક ચૂંટણી ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. એપ્રિલ મહિનામાં યુએસ જોબ ગ્રોથનો આંકડો અપેક્ષા કરતા વધુ ઘટ્યો છે. બેરોજગારીનો દર ૩.૯ ટકાનો રહ્યો છે ૧૭.૫ વર્ષની નીચી સપાટી ઉપર રહ્યો છે. ઇરાન સામે અમેરિકા દ્વારા લેવામાં આવનાર અમેરિકાના પ્રતિબંધની અસર કેટલી રહે છે તેના ઉપર પણ તમામની નજર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે આર્થિક પ્રતિબંધો ઉપર રાહત લંબાવશે કે પછી પ્રતિબંધને આગળ વધારશે તે અંગે ૧૨મી મેના દિવસે નિર્ણય કરનાર છે. જો પ્રતિબંધ નહીં લંબાવે તો વૈશ્વિક બજારમાં તેની અસર જોવા મળશે. ઇરાન ઉપરના પ્રતિબંધને ૨૦૧૫ની સમજૂતિ હેઠળ ઉઠાવી લેવામાં આવ્યા હતા. ઇરાન પરમાણુ ગતિવિધિને ઘટાડશે તેવી શરત હેઠળ આ પ્રતિબંધો ઉઠાવાયા હતા. અન્ય સ્થાનિક પરિબળો પણ જોવા મળનાર છે. શુક્રવારના દિવસે માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયનની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે. બેંક ઓફ જાપાનની બેઠક આવતીકાલથી શરૂ થઇ રહી છે તેના પરિણામ ઉપર પણ નજર રહેશે.

Related posts

હવાઇ દળમાં ૩૨૪ તેજસ માર્ક -૨ ટુંકમાં સામેલ થશે

aapnugujarat

चिदंबरम की न्यायिक हिरासत ३ अक्टूबर तक कोर्ट ने बढ़ाई

aapnugujarat

જીએસટી તેમજ નોટબંધીથી અર્થતંત્રને નુકસાન થયું : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1