Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એર ઇન્ડિયા દ્વારા ૨૦૦૦ કરોડના વધારાના ફંડની માંગ

આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા એરઇન્ડિયાએ સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાના વધારાના ફંડની માંગ કરી છે. આ માહિતી કંપનીના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. એરલાઈન્સને આશા છે કે, મોનસુન સત્રમાં સરકાર તરફથી આને મંજુરી આપી દેવામાં આવશે. યુપીએ સરકારે ૨૦૧૨માં એર ઇન્ડિયા માટે ૩૦૨૩૧ કરોડ રૂપિયાના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી હતી. કંપનીને હજુ સુધી ૨૬૦૦૦ કરોડ રૂપિયા મળી ચુક્યા છે. એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, અમે સરકાર સમક્ષ ઇક્વિટી નાણા ઠાલવવાની રજૂઆત ફરી એકવાર કરી ચુક્યા છે. વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પાસેથી વધારાના ૨૦૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૩-૧૪થી એર ઇન્ડિયાને દર વર્ષે સરેરાશ ત્રણથી ચાર હજાર કરોડ રૂપિયાની રકમ મળે છે. હવે આ રકમ ઘટી રહી છે. ૨૦૧૮-૧૯માં આ રકમને ઘટાડીને ૬૫૦ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કારણ કે તેના ખાનગીકરણની યોજના બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩-૧૪થી એર ઇન્ડિયાને જંગી નાણા મળી રહ્યા હતા. જો કે, આ યોજના હવે સંપૂર્ણપણે ફ્લોપ રહી છે. એરલાઈનની ૭૬ ટકા હિસ્સેદારી વેચવા માટેની તૈયારી કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી હોવા છતાં એર ઇન્ડિયાને ખરીદવા માટે કોઇ કંપની તૈયાર થઇ ન હતી. આર્થિક તકલીફના પરિણામ સ્વરુપે એર ઇન્ડિયાના કર્મીઓના પગાર પણ અટવાઈ પડ્યા છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી કંપની જુદી જુદી બેંકો પાસેથી ૬૨૫૦ કરોડ રૂપિયા લઇ ચુકી છે. એર ઇન્ડિયાએ અનેક સંસ્થાઓમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના વર્કિંગ કેપિટલ લોન માટે પણ રજૂઆત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું છે કે, એર ઇન્ડિયાના મૂડીરોકાણના સંદર્ભમાં પ્રધાનોના ગ્રુપ દ્વારા નિર્ણય કરવામાં આવશે. સુરેશ પ્રભુનું કહેવું છે કે, નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં મળનાર બેઠકમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. એર ઇન્ડિયાના ૭૬ ટકા હિસ્સાને વેચવાના સરકારના નિર્ણય બાદથી કેટલીક કંપનીઓએ આમા રસ દર્શાવ્યો હતો પરંતુ સરકાર દ્વારા અતિ કઠોર ધારાધોરણોને અમલી કરવામાં આવ્યા બાદ કંપનીઓ પીછેહઠ કરી ગઈ હતી. કેટલીક વિદેશી એરલાઈનો દ્વારા પણ રસ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, આ તમામ કંપનીઓ છેલ્લીઘડીએ પીછેહઠ કરી ગઈ હતી. સરકારને કોઇ ખરીદદાર ન મળતા હવે એર ઇન્ડિયા તરફથી ૨૦૦૦ કરોડ રૂપિયાના વધારાના ફંડની માંગ કરવામાં આવી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કોંગ્રેસના ઘોષણાપત્રમાં આફ્સા, રાજદ્રોહને ખતમ કરવા માટે વચન

aapnugujarat

કૃષિ ક્રેડિટને વધારી હવે ૧૨ લાખ કરોડ કરવાની તૈયારી

aapnugujarat

આધાર કાર્ડને લિંક કરવાની સમય મર્યાદા ૩૧મી માર્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1