Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા સાત સેશનમાં ૩,૮૦૦ કરોડ ખેંચી લેવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ વૈશ્વિક બજારમાં વેચવાલી વચ્ચે છેલ્લા સાત કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી ૩૮૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૩૭૮૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં છેલ્લા સાત કારોબારી સેશનમાં જંગી નાણા પાછા ખેંચ્યા છે. આંકડા મુજબ છેલ્લા સાત કારોબારી સેશનમાં એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૩૮૩૭ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચવામાં આવી છે જ્યારે એફપીઆઈ દ્વારા સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૪૬૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ડેબ્ટ માર્કેટમાં મૂડી પ્રવાહ આવવા માટેના કારણો અંગે વાત કરતા નિષ્ણાતોનું કહેવું છે કે, યુએસ બોન્ડમાં ઉંચી યિલ્ડના પરિણામ સ્વરુપે તેમના નાણા અન્યત્ર શિફ્ટ કરવા માટે વિદેશી મૂડીરોકાણકારો માટે ભારતમાં વધુ સાનુકુળ વાતાવરણ રહ્યું છે. આજ કારણસર ડેબ્ટ માર્કેટમાં અંધાધૂંધી વચ્ચે પણ જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બર મહિનામાં મૂડીમાર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૩૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. એમએફ ફંડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, એફપીઆઈ પણ ૨૦૧૮માં ૨૦૧૭ની જેમ દેખાવ કરી શકશે નહીં. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેથી સરકાર પાસેથી આર્થિક સુધારાની અપેક્ષા દેખાઈ રહી છે. સમગ્ર ૨૦૧૭માં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ મળીને મુડી માર્કેટમાં બે લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ હતુ. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ડેબ્ટ માર્કેટમાં ૧.૪૯ ટ્રિલિયન રૂપિયા ઠાલવી દેવામાઆવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા. સરખામણીમાં વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ૫૧૦ અબજ રૂપિયાની ખરીદી કરી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. ગયા વર્ષે માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું હતુ. માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૭માં માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી.આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. ૨૦૧૭ સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. નાણાં પ્રધાન જેટલીએ વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સપર ૧૦ ટકા ટેક્સની શરૂઆત કરી હતી. બજેટમાં જાહેર કરાયેલા જુદા જુદા પગલાની બજારમાં અસર થઇ હતી.

Related posts

૨૦૨૨ સુધીમાં બધાને મળશે ઘર, અડધું કામ થયું પૂરું : મોદી

aapnugujarat

કોંગ્રેસનો માથાનો દુઃખાવો બન્યાં શત્રુધ્ન, પાર્ટી ધર્મના બદલે આપ્યું પત્ની ધર્મને મહત્વ

aapnugujarat

આગામી વર્ષથી વિમાનમાં ઇન્ટરનેટ સર્ફિંગ થઇ શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1