Aapnu Gujarat
બિઝનેસ

આગામી વર્ષથી વિમાનમાં ઇન્ટરનેટ સર્ફિંગ થઇ શકશે

ભારતની એરલાઇન કંપનીઓ આગામી એક વર્ષમાં પ્રવાસીઓને વિમાનમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગની સુવિધા ઉપલબ્ધ કરાવનાર છે. કંપનીઓને ઇનફ્લાઇટ કનેકટિવીટી સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર્સ ઇનમારસેટ અને સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ અથવા તો બીએસએનએલ દ્વારા મળીને આ સેવા ઉપલબ્ધ કરાવનાર છે. બીએસએનએનના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે કહ્યુ છે કે અમે એક વર્ષમાં પ્રાઇવેટ કંપનીઓ અને વ્યક્તિગતોને સેટેલાઇટ ફોન સર્વિસ અને વિમાન તેમજ જહાજમાં ઇન્ટરનેટ સુવિધા આપવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે હાલમાં આ સુવિધા માત્ર ડિફેન્સના લોકોને જ આપવામાં આવે છે. ઇન ફ્લાઇટ ડેટા મળવાથી બિઝનેસ પ્રવાસીઓ પોતાના કારોબારની જરૂર મુજબ હંમેશા કનેક્ટ રહી શકશે. યુઝર્સ ફ્લાઇટમાં ફેસબુક, વોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સેવાનો ઉપયોગ કરી શકશે. શ્રીવાસ્તવે કહ્યુ છે કે રેગ્યુલેટરી અપ્રુવલ બાદ પ્રવાસીઓને નજીકના સેટેલાઇટ મારફત વાઇફાય રાઉટર્સ મારફતે ડેટા બેન્ડવિથ ઉપલબ્ધ કરાવી દેવામાં આવનાર છે. બીએસએનએલને આ સેવા માટ કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને દુરસંચાર વિભાગની મંજુરી મળી ગઇ છે. અમેરિકાની એરોસ્પેસ સિસ્ટમ પ્રોવાઇડર્સ હનીવે હાલમાં અભ્યાસ બાદ દાવો કર્યો છે કે કનેક્ટ એરક્રાફ્ટ સાત અબજ ડોલરનો કારોબાર હોઇ શકે છે. વર્ષ ૨૦૨૫ સુધી દુનિયાભરમાં ૨૫૦૦૦ સ્થળો પર ઇન્ટરનેટ્‌ કનેક્ટિવિટી આપી શકાય છે.
શ્રીવાસ્તવે કહ્યું છે કે અમે સેટેલાઇટ સર્વિસ આપનાર એકમાત્ર લાયસન્સ ધરાવનાર કંપની તરીકે છીએ. ઇનમારસેટે બીએસએનએલની સાથે કરાર કર્યો છે તેના દ્વારા કાયદાકીય વ્યવસ્થાની તપાસ કરી દીધા બાદ સાધનો અમારા સંકુલમાં લગાવી દીધા છે.

Related posts

ભાગેડુ માલ્યાની બેંક ડિટેલ્સ ન આપવાની અપીલ સ્વિસ ફેડરલ ટ્રિબ્યૂનલે ફગાવી

aapnugujarat

Sensex rises by 84 pts to close at 37,481, Nifty ended by 32.60 points at 37,481.12

aapnugujarat

મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

editor

Leave a Comment

UA-96247877-1