Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૨ સુધીમાં બધાને મળશે ઘર, અડધું કામ થયું પૂરું : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંઇ બાબાના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા શિરડી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના ઘણા વિકાસશીલ કાર્યોનું ઉધ્ધાટન કર્યું. આ પ્રસંગે સાંઇ શતાબ્દી પર પીએમ મોદીએ ચાંદીનો સ્પેશિયલ સિક્કો જારી કર્યો હતો. પીએમ મોદીએ મંદિરમાં ખાસ ધજા લહેરાવી હતી.શિરડીના સાઈબાબાને સમાધિ લીધે આજે સો વર્ષ પૂરા થયા છે. ત્યારે આ નિમિત્તે શિરડીમાં મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. ત્યારે આ પ્રસંગે એક રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, મારા ભાઈઓ અને બહેનો કે જેઓ પાસે પોતાનું મકાન નહોતુ અને તે માત્ર સપનું હતુ તે આજે સાકાર થયુ છે.પાછલી સરકારનું લક્ષ માત્ર એક જ પરિવારનો પ્રચાર કરવાનો હતો, મકાન આપવાનો નહીં. પાછલી સરકારે છેલ્લા ચાર વર્ષમાં માત્ર ૨૫ લાખ મકાનો બનાવ્યા. જ્યારે અમારી સરકારે પોતાના ચાર વર્ષ દરમિયાન એક કરોડ ૨૫ લાખ મકાનો બનાવ્યા. પાછલી સરકાર હોતી તો આટલા મકાનો બનવા માટે ૨૦ વર્ષ લાગી જતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦,૦૦૦ લાભાર્થીઓએને પોતાના ઘરની ચાવી સોંપી.પીએમ મોદીએ પહેલા શિરડી મંદિરમાં દર્શન અને વિશેષ પૂજા કરી. એટલું જ નહીં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાય લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ આપવામા આવી. તો રેલીમાં મરાઠી ભાષાથી પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી અને તમામ લોકો વિજ્યાદશમીની શુભેચ્છા પણ પાઠવી.
સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે, સાઈને યાદ કરવાથી લોકોની સેવા કરવા માટે શક્તિ મળે છે. સબકા માલિક એક હૈ. સાઈ સમાજના હતા અને સમાજ સાઈનો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંઇબાબાના ‘શ્રધ્ધા અને સબૂરી’ના સંદેશે માનવતાને પ્રેરિત કર્યો છે.

Related posts

पाक परस्त लोग कर रहे CAA और NRC का विरोध : गिरिराज

aapnugujarat

1 जून तक पूरे देश में लागू होगा ‘एक राष्ट्र, एक राशन कार्ड’

aapnugujarat

ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના કાર્યક્રમો પૂરા થવાની રાહ જોઇ રહ્યું છેઃ કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1