Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમે કચરો એકઠો કરવા માટે નથીઃ સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર અધૂરી જાણકારી આપવા અંગે ફટકાર લગાવી છે. કેન્દ્રએ દેશભરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જાણકારીવાળી ૮૪૫ પેજની એફિડેવિટ દાખલ કરી છે, પરંતુ આ પણ અધૂરી છે. સુપ્રીમે આ એફિડેવિટને ઓન રેકોર્ડ પર લેવાની મનાઈ કરી દીધી છે અને કહ્યું કે સરકાર તેમની સામે કચરો ન ફેંકી શકે.જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટીસ દીપક ગુપ્તાની બેંચે કહ્યું કે, “તમે શું કરવાનો પ્રયાસ કરો છો? શું તમે અમને પ્રભાવિત કરવાના પ્રયાસ કરો છો? અમે પ્રભાવિત ન થયાં. તમે બધું જ અમારી સામે ફેંકવા માગો છો. અમે આ સ્વીકારીશું નહીં.”બેંચે વધુમાં કહ્યું કે, “આવું ન કરો. તમારી પાસે જે પણ કચરો હોય છે, તે તમે અમારી સામે ફેંકી દો છો. અમે કચરો ભેગા કરનારા નથી. આ અંગે કોઈ જ શંકા ન રાખો.”બેંચે કહ્યું કે, “જો એફિડેવિટમાં કંઈજ નથી તો તેને ફાઈલ કરવાનો કોઈજ અર્થ જ નથી. અમે આ વાતને ઓન રેકોર્ડ નથી લઈ રહ્યાં. તમે આને જોયું નથી અને તમે ઈચ્છો છો કે અમે જોઈએ.”બેંચે કેન્દ્રને કહ્યું હતું કે, “સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ૨૦૧૬ના પ્રોવિઝન્સના આધારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સ્ટેટ લેવલ એડવાયઝરી બોર્ડની રચના છે કે નહીં, આ અંગેની જાણકારીનો ચાર્ટ ત્રણ સપ્તાહમાં ફાઈલ કરો. તેમાં બોર્ડની રચના કરવા અંગે તારીખ, બોર્ડ મેમ્બર્સના નામ અને જો કોઈ મીટિંગ થઈ હોય તો તે અંગેની વિગત પણ આપવામાં આવે.”

Related posts

જજોના વિવાદ મુદ્દે મીડિયા પર રોક લગાવવા સુપ્રીમનો ઈનકાર

aapnugujarat

મારી પ્રતિષ્ઠા ખરડવાનાં બધાં કાવતરા રચાઈ રહ્યા છે : મોદી

aapnugujarat

Narendra Modi sworned in as PM of India for 2nd term

aapnugujarat

Leave a Comment

UA-96247877-1