Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સાથે છેડો ફાડવાનો હાલમાં ટીડીપીનો ઇનકાર

સામાન્ય બજેટમાં આંધ્રપ્રદેશની અવગણના કરવામાં આવ્યા બાદ અને રાજ્યને પુરતા પ્રમાણમાં ફંડ નહીં મળવાથી નારાજ તુલુગુદેશમ પાર્ટીએ ભાજપની સામે પ્રહારો કર્યા છે. જો કે, ભાજપ સાથે સંબંધો તોડી દેવાનો ઇન્કાર કરાતા આને લઇને ચાલતી અટકળોનો અંત આવ્યો છે. પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પાર્ટીની તાકિદની બેઠક બોલાવી હતી. પાર્ટીના એક સાંસદે ભાજપની સામે પ્રહારો પણ કર્યા હતા. બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ બેઠકમં એનડીએ સાથે છેડો નહીં ફાડવાનો નિર્ણય કરાયો હતો. ચંદ્રાબાબુ નાયડુએ આ બેઠકને લઇને તમામ સાથે વાતચીત કરી હતી. રવિવારના દિવસે ટીડીપીની સંસદીય બોર્ડની બેઠક પણ થનાર છે. અગાઉ એવા સંકેત મળ્યા હતા કે, એનડીએ સાથે તે છેડો ફાડી લેશે. શિવસેના પહેલાથી જ એનડીએથી અલગ ચૂંટણી લડવાની વાત કરી ચુકી છે.

Related posts

બંગાળને અતિ સંવેદનશીલ જાહેર કરવાચૂંટણી પંચ સમક્ષ ભાજપ દ્વારા માંગ

aapnugujarat

बिहार विधानसभा चुनाव : जेपी नड्डा ने 29 अगस्त को बुलाई राज्य के सभी सांसदों की बैठक

editor

હિન્દુ જ્ઞાનના મુદ્દે મોદીનો રાહુલને જવાબ : ભાજપનો વિજય નિશ્ચિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1