Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યશવંત સિન્હાએ પોલિટિકલ એક્શન ગ્રુપ ‘રાષ્ટ્ર મંચ’ની શરૂઆત કરી

સીનિયર બીજેપી લીડર યશવંત સિંહા (૮૦)એ મંગળવારે પોલિટિકલ એક્શન ગ્રુપ ’રાષ્ટ્ર મંચ’ની શરૂઆત કરી હતી. જેમાં બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત અનેક પાર્ટીઓના નેતા સામેલ થયા. યશવંત સિન્હાએ કહ્યું કે, આજે ખેડૂતોની હાલત ભીખારીઓ જેવી થઇ ગઇ છે. રાષ્ટ્ર મંચની મદદથી તેઓને હક્ક અપાવવા સહિત તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકારની એકતરફી નીતિઓને લઇને આંદોલન શરૂ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, આ પોલિટિકલ લીડર્સ અને તેમના લોકોનું મંચ છે, જે દેશની હાલની સ્થિતિને લઇને પરેશાન છે. ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે એનડીએના અસંતુષ્ટ સાંસદ આ ગ્રુપ જોઇન કરી શકે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં તેને સરકાર વિરૂદ્ધ માહોલ બનાવવાની કોશિશ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.મહાત્મા ગાંધીની પુણ્યતિથિના પ્રસંગે યશવંત સિન્હાએ કહ્યું કે, દેશની હાલની પરિસ્થિતિ ૭૦ વર્ષ પહેલાં જેવી થઇ ગઇ છે. જ્યારે આજના જ દિવસે બાપૂની હત્યા કરવામાં આવી હતી.સિન્હાએ દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકારમાં ખેડૂતોનું સ્તર ઘટતા ભીખારીઓ જેવું થઇ ગયું છે. સરકારે પોતાના હિત સાધનો માટે માત્ર આંકડાબાજીમાં લાગેલી છે. ખેડૂતોને હક્ક અપાવવો ફોરમની પ્રાથમિકતા હશે.સિન્હાએ સોમવારે ટ્‌વીટ કરી, તમે જે કંઇ પણ કરો, હું કર્તવ્યથી ભાગી નથી શકતો. દેશના યુવાઓને આ મંચ સાથે જોડાવાની અપીલ કરું છું.કેન્દ્ર સરકારની આર્થિક અને વિદેશ નીતિની ટીકા કરતા સિન્હાએ કહ્યું કે, રાષ્ટ્ર મંચ કોઇ સંગઠન નહીં પણ એક રાષ્ટ્રીય આંદોલન છે. બીજેપીમાં રહેવા છતાં દરેક વ્યક્તિ ડરેલો છે, પણ અમે નહીં. હવે દેશમાં મુદ્દાઓ પર વાતચીત અને ચર્ચા થશે, એકતરફી નિર્ણય લેવો ખતરનાક છે.રાષ્ટ્રમંચ કોઇ પાર્ટીના બેનર હેઠળ કામ નહીં કરે, પરંતુ એક આઝાદ પોલિટિકલ એક્શન ગ્રુપ હશે. આ કોઇ પાર્ટી વિશેષની વિરૂદ્ધ નથી, આની મદદથી અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, આજે તેઓ આ ફ્રન્ટ (રાષ્ટ્ર મંચ)માં સામેલ થયા, કારણ કે તેઓને પોતાની જ પાર્ટીમાં વિચાર રાખવાનો મંચ નથી મળી રહ્યો. પરંતુ તેઓએ સ્પષ્ટતા કરી કે આ નિર્ણયને પાર્ટી વિરોધી ગતિવિધિ તરીકે ના લેવામાં આવે. આ તો દેશહિતમાં ઉઠાવવામાં આવેલું પગલું છે.બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હા સિવાય ટીએમસી સાંસદ દિનેશ ત્રિવેદી, કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી, એનસીપી સાંસદ માજિદ મેમન, આપ સાંસદ સંજય સિંહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, જેડીયુ નેતા પવન વર્મા, આરએલડી નેતા જયંત ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી સોમ પાલ અને હરમોહન ધવન પણ રાષ્ટ્ર મંચના લૉન્ચિંગમાં સામેલ થયા.

Related posts

બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

editor

રાહુલ ગાંધીએ એક ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે, રાફેલમાં ભ્રષ્ટાચારના તાર મોદીનાં બારણાં સુધી પહોંચે છે

aapnugujarat

માલેગાંવ બ્લાસ્ટ : રમેશ ઉપાધ્યાયને અંતે જામીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1