Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી હવે ત્રણ ટેક્સ રેટ વ્યવસ્થામાં ફેરવાઈ શકે

વર્ષ ૨૦૧૮-૧૯ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ત્રણ ટકાના ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટની ભલામણ કરી ચુકેલી ફિસ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ પેનલની ભલામણો તરફ હવે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ૨૦૧૮ના બજેટમાં એફઆરબીએમ પેનલના ટાર્ગેટ સુધી પહોંચવા ધ્યાન આપવામાં આવી શકે છે. સરકાર દ્વારા ફિસ્કલ શિસ્તને જાળવી રાખવા પગલા લેવામાં આવી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું છે કે, બજેટ ૨૦૧૮-૧૯માં એક તરફી લોકપ્રિય બજેટ રહેશે નહીં. ફિસ્કલ ટાર્ગેટ વાસ્તવિક રહી શકે છે. ફિસ્કલ ટાર્ગેટને લઇને પેનલની રુપરેખા નિશ્ચિત દેખાઈ રહી છે. ૧૫માં નાણા પંચના ચેરમેન એનકે સિંહના નેતૃત્વમાં પેનલે એપ્રિલ ૨૦૧૭માં તેનો અહેવાલ સુપ્રત કર્યો હતો જેમાં જીડીપીના ૨.૫ ટકાના ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટની વાત કરવામાં આવીહતી. આ ઉપરાંત ફિસ્કલ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૦.૮ ટકાના રેવેન્યુ ડેફિસિટની વાત કરાઈ હતી. ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે ત્રણ ટકાના ફિસ્કલ ડેફિસિટની વાત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૩.૨ ટકાનો ટાર્ગેટ નાણાંમંત્રી અરુણ જેટલી દ્વારા નક્કી કરાયો હતો. સુબ્રમણ્યમ ઇન્ટરવ્યુમાં કહી ચુક્યા છે કે, સરકાર ફિસ્કલ ડિસિપ્લીનને જાળવી રાખશે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે, આગામી બે વર્ષની અંદરત્રણ ટેક્સ રેટની વ્યવસ્થા જીડીપીમાં રહી શકે છે. હાલમાં ૬-૧ની સિસ્ટમ રહેલી છે. આ વર્ષે જીએસટીની સ્થિતિ સારી રહી છે. હાલમાં શરૂઆતનો તબક્કો છે. આગામી દિવસોમાં તેમને વધારે વ્યવસ્થિત કરાશે.

Related posts

सबको पीछे छोड जियो ने अप्रैल में जोडे ४० लाख उपभोक्ता

aapnugujarat

૧૦ કંપની પૈકી ૭ની મૂડી ૯૮૫૩૦ કરોડ ઘટી

aapnugujarat

૩૨૮ ટેક્સટાઇલ પ્રોડક્ટ પર આયાત ડ્યુટી વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1