Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક બાદ મુસ્લિમ યુવતીઓ પર ધ્યાન કેન્દ્રિત : સ્કોલરશીપ સ્કીમને વધુ તર્કસંગત કરવા તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્કોલરશીપ સ્કીમમાં નવી વિશેષતા ઉમેરવામાં આવી રહી છે. મુસ્લિમ મહિલાઓની અંદર વધારે સારી ફાળવણીને લઇને હવે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્રિપલ તલાક બિલને આગળ વધારી દીધા બાદ મોદી સરકાર હવે મુસ્લિમ યુવતીઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પૂર્વ વડાપ્રધાન વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કોલરશીપ સ્કીમને હવે નવીરીતે આગળ વધારવામાં આવી રહી છે. મોદી સરકાર ત્રિપલ તલાક બિલને કાયદામાં ફેરવીને એકબાજુ પરણિત મુસ્લિમ મહિલાઓના દરજ્જાને મજબૂત કરવા માંગે છે. સાથે સાથે ભારતમાં મુસ્લિમ યુવતીઓ માટે વધારે ધ્યાન આપવાની દિશામાં પણ આગળ વધી રહી છે. લઘુમતિ બાબતોના મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકારે લઘુમતિ સમુદાયથી રહેલી યુવતીઓને સ્કોલરશીપ આપવા માટે એક અબજ રૂપિયાની આસપાસ ખર્ચ કર્યા છે. ૨૦૧૫-૧૬ સુધીના ગાળામાં આ રકમ ખર્ચ કરવામાં આવી છે. બેગમ હઝરત મહેલ સ્કોલરશીપ જે લઘુમતિ સમુદાયની યુવતીઓ માટે હતી તે વર્ષ ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કોલરશીપ ધોરણ નવથી ૧૨માં સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી રહી હતી. છ નોટિફાઇડ લઘુમતિ સમુદાયની યુવતીઓને આ સ્કોલરશીપ આપવામાં આવી રહી હતી. જેમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બુદ્ધ, પારસી અને જૈનનો સમાવેશ થાય છે. ૨૦૧૬-૧૭માં મોદી સરકારે આ સ્કોલરશીપ માટે લાભ લેનારાઓની સંખ્યાને ૫૦૦૦૦ સુધી મર્યાદિત કરી હતી જે પૈકી ૩૬૮૨૭ અથવા તો સ્કોલરશીપ પૈકી ૭૪ ટકા મુસ્લિમ યુવતીઓનો સમાવેશ થાય છે. આ સ્કીમ હેઠળ ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતી મુસ્લિમ સમુદાયની યુવતીઓને ૧૦૦૦૦ રૂપિયાથી વધુ નહીં એ પ્રકારે સ્કોલરશીપ આપવામાં આવી હતી જ્યારે ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓને ૧૨૦૦૦ રૂપિયા સુધી સ્કોલરશીપ આપવામાં આવતી હતી. બંને સ્કોલરશીપ બે ઇન્સ્ટોલમેન્ટમાં ચુકવવામાં આવે છે. સ્કોલરશીપ એવી વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે જેમના માતા-પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી વધારે નથી. પ્રથમ બે વર્ષમાં લઘુમતિ સમુદાયમાંથી યુવતીઓને આ સ્કોલરશીપની રકમ વધુ ચુકવવામાં આવી છે. અગાઉ મનમોહનસિંહ સરકાર દ્વારા જે નાણાં આપવામાં આવી રહ્યા હતા તેના કરતા વધુ રકમ ચુકવવામાં આવી રહી છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી સ્કોલરશીપની સંખ્યા એક તૃતિયાંશ સુધી વધારી દેવામાં આવી છે.

 

Related posts

પશ્ચિમ બંગાળમાં પોલિંગ બૂથમાં રાજ્ય પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ

aapnugujarat

આસામમાં ઉલ્ફા બળવાખોરોએ પાંચ લોકોની ક્રુર હત્યા કરી

aapnugujarat

पीएजीडी का गठन चुनावी लाभ के लिए नहीं, राज्य का दर्जा देने के लिए हुआ : महबूबा मुफ्ती

editor

Leave a Comment

UA-96247877-1