Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નોટબંધી ઈરાકમાંથી મહાવિનાશક હથિયારો શોધવા જેવી બની રહેશે : આરબીઆઇ પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે બ્લેક મની પર પીએમ મોદીના માસ્ટરસ્ટોક કહેવાતા નોટબંધીના નિર્ણયની અસર અંગે જણાવ્યું કે, જો ટેક્સ ટુ જીડીપી રેશિયોમાં ૧ ટકો નહીં ઉમેરાય તો નોટબંધીની આ સમગ્ર કવાયત ઈરાકમાં મહાવિનાશક હથિયારો શોધવા જેવી બની રહેશે.સીએનબીસી ટીવી ૧૮ને આપેલા એક ઈન્ટરવ્યુમાં સુબ્બારાવે કહ્યું કે, તેઓ નોટબંધીની સફળતાને બે રીતે માપે છે, એક કે નોટબંધીથી કેટલું કાળુ નાણું દૂર થયું અને બીજી એ કે ભવિષ્યમાં કાળુ નાણું ઊભું નહીં થાય તેની કેટલી શક્યતા છે.તેમણે નોટબંધી પહેલા બ્લેક મની અંગે કરેલા ખોટા અનુમાન બાબતે પણ સરકાર સામે સવાલ ઉઠાવ્યો. સરકારનો દાવો હતો કે, નોટબંધી બાદ બ્લેક મની નકામું થઈ જશે. તેમણે કહ્યું કે, ’સરકાર માનતી હતી કે, ૧૫-૨૦ ટકા બ્લેક મની (જે લગભગ ૨-૩ ટ્રિલિયન રૂપિયા થતી હતી) નકામી થઈ જશે અને જે લોકો પાસે બ્લેક મની હતા તેમના માટે તેમને મોટો ફટકો પડશે અને તે આરબીઆઈ માટે મોટી સફળતા બની રહેશે, પણ એવું કંઈ બન્યું નહીં. ૯૭ ટકા કરન્સી પાછી આવી ગઈ અને હવે સરકાર ડિપોઝીટ્‌સમાંથી બ્લેક મની રિકવર કરવા તરફ નજર દોડાવી રહી છે.’સુબ્બારાવે કહ્યું કે, જો નોટબંધી ટેક્સ ટુ જીડીપ રેશિયોમાં ૧ ટકાનો ઉમેરો કરવામાં નિષ્ફળ રહી તો તે માત્ર ઈરાકમાંથી મહાવિનાશક હથિયારો શોધવા જેવી કવાયત બની રહેશે, અને દેશ ભાંગી પડશે.નોટબંધીની કઈ બાબતે તેમને પસંદ ના આવી તે અંગે સુબ્બારાવે કહ્યું કે, નોટબંધી બાદ સરકાર અને આરબીઆઈ વચ્ચે યોગ્ય કોમ્યુનિકેશનના અભાવે લોકોને મૂઝવણમાં મૂકી દેવાયા અને સરકારે ઘણી વધારે સજ્જતા દાખવવાની જરૂર હતી.

Related posts

ભારતમાં માત્ર 0.2 ટકા ઈન્વેસ્ટરો 75 ટકા જેટલું સ્ટોક ટ્રેડિંગ કરે છે

aapnugujarat

અમદાવાદ વેપારી મહાજન દ્વારા કલેકટરને આવેદનપત્ર

aapnugujarat

૪૦ લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને જીએસટીમાંથી મુક્તિ

editor

Leave a Comment

UA-96247877-1