Aapnu Gujarat
બિઝનેસ

૪૦ લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને જીએસટીમાંથી મુક્તિ

કોરોના કાળમાં કરદાતાઓને છૂટ આપવા માટે મોદી સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે. સોમવારે નાણા મંત્રાલયે તેને સંબંધિત મોટા એલાન કર્યા છે. જે અંતર્ગત હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક કારોબાર કરતાં વેપારીઓને જીએસટીમાં છૂટ મળશે. તેની પહેલા આ સીમા ૨૦ લાખ રૂપિયા હતી. લોકડાઉનથી પ્રભાવિત કારોબારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી આ એક મોટી ભેટ છે. દેશના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ૪૦ લાખ રૂપિયાનો વેપાર કરતા વેપારીઓ માટે જીએસટીમાં છૂટ જાહેર કરી છે.
શ્રેણીબદ્ધ ટ્‌વીટ્‌સમાં, નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે કે જીએસટી લાગુ થયા પછી, અનેક ચીજો પરનો ટેક્સ દર ઘટાડવામાં આવ્યો છે.”૨૮ ટકાનો જીએસટી દર માત્ર લક્ઝરી વસ્તુઓ પર મર્યાદિત છે”. ૨૮ ટકાના સ્લેબમાં કુલ ૨૩૦ વસ્તુઓમાંથી ૨૦૦ જેટલી વસ્તુઓ નીચલા સ્લેબમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે.
“જીએસટીના રોલઆઉટ પછી કરદાતાનો આધાર લગભગ બમણો થઈ ગયો છે. જીએસટીની સ્થાપના સમયે આકારણી કરનારાઓની સંખ્યા લગભગ ૬૫ લાખ હતી. હવે આકારણીનો આધાર ૧.૨૪ કરોડથી વધુ છે. જીએસટીમાં બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચાલિત થઈ છે,” નાણાં મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન ૫૦ કરોડ રિટર્ન ભરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૧ ૩૧ કરોડનું ઇ-વે બિલ જનરેટ થયું છે.
નાણાં મંત્રાલયે એ પણ નોંધ્યું છે કે કેન્દ્ર દ્વારા બાંધકામ ક્ષેત્રે ખાસ કરીને આવાસ ક્ષેત્રને નોંધપાત્ર રાહત આપવામાં આવી છે, જે હવે જીએસટી દરમાં ૫ ટકા રાખવામાં આવી છે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પરવડે તેવા મકાનો પરનો જીએસટી ઘટાડીને ૧ ટકા કરાયો છે.
જેટલીએ ૨૦૧૪ થી મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ફાઇનાન્સ પોર્ટફોલિયો રાખ્યો હતો.મંત્રાલયે ટિ્‌વ્ટ કર્યું હતું કે, આજે આપણે અરુણ જેટલીને યાદ કરીએ છીએ, ચાલો આપણે જીએસટીના અમલીકરણમાં તેણે ભજવેલી મહત્ત્વની ભૂમિકાને સ્વીકારીએ, જે ઇતિહાસમાં ભારતીય કરવેરાના સૌથી મૂળભૂત સુધારામાંના એક તરીકે આવશે.

Related posts

વોડાફોન-આઈડિયા રાઈટ્‌સ ઈશ્યુથી ૨૫૦૦૦ કરોડ એકત્રિત કરશે

aapnugujarat

સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટી ૩૫૦૦૦થી નીચે પહોંચ્યો

aapnugujarat

विशाल सिक्का ने इन्फोसिस के सीईओ पद से दिया इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1