Aapnu Gujarat
બિઝનેસ

બજેટ : શિક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં વધારો કરવાની માંગ કરાઈ

કેન્દ્રીય બજેટ આડે ૧૦ દિવસનો સમય રહ્યો છે ત્યારે એસોચેમે શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીને વધારી દેવા માટે ભલામણ કરી છે. સાથે સાથે જીએસટી હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે વધારે ટેક્સ રાહતો આપવા માટેની પણ માંગ કરી છે. નાણામંત્રી અરુણ જેટલીને લખવામાં આવેલા પત્રમાં એસોચેમના સેક્રેટરી જનરલ ડીએસ રાવતે માહિતી આપતા કહ્યું છે કે, યુનિયન બજેટ ૨૦૧૮ જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ પ્રથમ બજેટ રહેશે. આગામી વર્ષે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મોદી સરકાર માટે પણ આ બજેટ અતિ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. વર્તમાન અવધિમાં મોદી સરકાર અંતિમ ફુલ બજેટ રજૂ કરનાર છે જેમાં તમામ વર્ગના લોકોને ખુશ કરવા માટે અરુણ જેટલી પર પડકાર રહેશે. નાણામંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન પોતે પહેલાથી જ કહી ચુક્યા છે કે, સબકા સાથ સબકા વિકાસને ધ્યાનમાં લઇને બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીની કોઇ અસર તેમાં દેખાશે નહીં. એસોચેમ દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે સર્વિસ ટેક્સમાં સુધારાની વારંવાર રજૂઆત અગાઉ કરવામાં આવી ચુકી છે. માર્ચ ૨૦૧૭માં અંતિમ સુધારા કરવામાં આવ્યા હતા. એ વખતે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે લિસ્ટેડ સેવાઓ માટે ટેક્સ રાહતો આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. ચેમ્બરે એમ પણ કહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓની પરંપરામાં ખલેલ પહોંચાડવામાં આવી રહી નથી. રિચર્સ સંસ્થાઓને વેગ આપવામાં આવે તેવી રજૂઆત થઇ રહી છે. મર્યાદિત ટેક્સ મુક્તિના મામલામાં પણ ધ્યાન આપવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓએ એક સ્પષ્ટ અને અસરકારક કમિટિ બનાવવી જોઇએ જે જરૂરી સૂચનો કરી શકે છે. ચેમ્બરનું કહેવું છે કે, મોટાભાગની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને ખાનગી યુનિવર્સિટીઓ જે કેન્દ્ર અને રાજ્યોના નિયમો મુજબ આગળ વધી રહી છે તેમની સામે ગંભીર પ્રકારની નાણાંકીય સમસ્યા છે. તેમની પાસે પુરતા પ્રમાણમાં નાણા નથી. સાથે સાથે છુટછાટ પણ મળી રહી નથી.
ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ નવા ટેક્સ બોજને ઉપાડવાની સ્થિતિમાં નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પર ફીમાં વધારો કરીને પણ આગળ વધવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સામે અનેક પડકારો રહેલા છે. કોઠારી કમિશનથ લઇને સુબ્રમણ્યમ કમિટિ દ્વારા અનેક રજૂઆતો અને ભલામણોથઇ ચુક છે. મોટાભાગે એવું તારણ આપ્વ્યું છે કે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સહિત શિક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં વધારો કરવો જોઇએ.

Related posts

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો ઝીંકાયો : લોકો ત્રાહિમામ

aapnugujarat

वित्त वर्ष २०१९-२० की पहली तिमाही में ११ % गिरी मकानों की बिक्री : रिपोर्ट

aapnugujarat

સોનામાં રોકાણ દિવાળી સુધીમાં સારું પરિણામ આપી શકે છે

editor

Leave a Comment

UA-96247877-1