Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેક ઇન ઇન્ડિયાને ફટકો : બુલેટ ટ્રેનનાં બધાં ચાવીરૂપ કોન્ટ્રાક્ટ જાપાનને જ મળ્યાં

મેક ઇન ઇન્ડિયાને મોટો ફટકો પડી ગયો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના તમામ ચાવીરુપ કોન્ટ્રાક્ટ જાપાની કંપનીઓએ હાંસલ કરી લીધા છે. ૧૭ અબજ ડોલરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મોટાભાગના સપ્લાય કોન્ટ્રાક્ટ પણ જાપાનની સ્ટીલ અને એન્જિનિયરિંગ કંપનીઓએ હાંસલ કરી લીધા છે. મોદી મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મોટાભાગની જાપાની કંપનીઓએ ચાવીરુપ કોન્ટ્રાક્ટ હાંસલ કરી લેતા આને ફટકો પડ્યો છે. જાણકાર લોકોએ વિગતો આપતા કહ્યું છે કે, જાપાન આ પ્રોજેક્ટોના અમલીકરણ માટે આગળવધી રહ્યું છે. રેલવે લાઈનના કોર સાધનો પૈકી ૭૦ ટકા સાધનો જાપાની કંપનીઓ દ્વારા મોકલવામાં આવનાર છે. નવી દિલ્હીમાં જાણકાર સુત્રોએ આ અંગેની વિગતો આપી છે. બીજી બાજુ મોદીની ઓફિસના પ્રવક્તાએ વિગતોનો ઇન્કાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં સામેલ રહેલા જાપાની પરિવહન મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે, બંને દેશો જરૂરી સાધનોના પુરવઠા માટે વ્યૂહરચના ઉપર કામ કરી રહ્યા છે. જુલાઈ મહિનાની આસપાસ એક નક્કર યોજના જાહેર કરવામાં આવી શકે છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં જાપાન અને ભારત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નવા પાસા ઉપર તૈયાર થયા હતા. મોદી ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીનો સામનો કરનાર છે ત્યારે તેમના ઉપર ભારતમાં લાખો બેરોજગાર લોકોને રોજગારી આપવા માટેનું પણ દબાણ છે. બુલેટ ટ્રેન બિનઉપયોગી હોવાની વાત પણ વિરોધી કરી રહ્યા છે. આ નાણાનો ઉપયોગ રોજગારી અને અન્ય ક્ષેત્રો માટે કરવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકે હાલમાં જ બિઝનેશ કરવાના મામલામાં ભારતને યોગ્ય સ્થાન ઉપર મુક્યું હતું.

Related posts

મંદસોરમાં કિસાનો વિફર્યા, ટોલ પ્લાઝામાં તોડફોડ, રૂ. ૧૦ લાખની લૂંટ

aapnugujarat

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે : અમિત શાહ

aapnugujarat

भारतीय रेल निजी कंपनियों की पटरी पर दौड़ सकती है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1