Aapnu Gujarat
બિઝનેસ

બજેટમાં આરોગ્ય વિમા માટે કરમુક્તિ મર્યાદા વધારવા અપીલ

સામાન્ય બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વિમા સેક્ટર દ્વારા પણ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનાર બજેટને લઇને પોતાની ઇચ્છા રજૂ કરી દીધી છે. વિમા ક્ષેત્ર દ્વારા ટેક્સ મુક્તિ મર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સ સેક્ટરના પ્રતિનિધિઓએ માંગણીના સ્વરુપમાં જણાવ્યું છે કે, સરકારે આરોગ્ય વિમા માટે કરવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવી જોઇએ. સાથે સાથે નાણાંકીય પગલાઓ રજૂ કરવા જોઇએ. બજેટને લઇને જુદા જુદા ક્ષેત્રો પોતપોતાની રજૂઆતો કરી રહ્યા છે. આ સેક્ટર સાથે જોડાયેલા નિષ્ણાંતો કહે છે કે આ ક્ષેત્રને વધુ મુક્તિ મળવાથી આરોગ્ય વિમા પોલિસી મેળવવા માટે લોકોને પ્રોત્સાહન મળશે. સાથેસાથે વધારવામાં આવેલા કવર સાથે લોકો આનો લાભ લેશે. દેશમાં વર્તમાન તબીબી ખર્ચાઓને ધ્યાનમાં લઇને આજના સમયમાં વધારવામાં આવેલા છત્ર સાથે આરોગ્ય વિમા પોલિસી મેળવવાની બાબત ખુબ મહત્વપૂર્ણ છે. સરકારે આગામી બજેટમાં આરોગ્ય વિમા માટે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કર્યો હતો. આમા વધુ વધારાની માંગ કરવામાં આવી છે. ૧૦ લાખ સુધીની પોલિસી માટે વિકલ્પ ધરાવતા લોકોને વાજબી રાહત મળે તે જરૂરી છે. સરકાર નવા પગલા લઇને આરોગ્ય વિમાને પ્રોત્સાહન આપશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સરકારે યુનિવર્સલ હેલ્થ સ્કીમને વધુ ઝડપી બનાવવી જોઇએ. શક્ય તેટલા વધુ રાજ્યોમાં તેનો ફેલાવો થવો જોઇએ. સરકારે જીએસટીની રજૂઆત માટેની રુપરેખા પણ રજૂ કરવી જોઇએ.નાણાં પ્રધાન અરૂણ જેટલી હાલમાં બજેટની તૈયારીમાં વ્યસ્ત છે.

Related posts

વિજય માલ્યા માટે આર્થર રોડ જેલમાં ખાસ વ્યવસ્થા

aapnugujarat

मुकेश अंबानी लगातार आठवें साल भी सबसे अमीर भारतीय

aapnugujarat

Vodafone – Idea के कारोबार पर लटकी तलवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1