Aapnu Gujarat
બ્લોગ

Some small Gujarati Shayaris

〰〰〰〰〰〰〰〰〰

હરખ નો હિસાબ નો હોય…

સાહેબ…

અને

જ્યાં હિસાબ હોય,,,

ત્યાં હરખ ન હોય…!!!

〰〰〰〰〰〰〰〰〰

આ તો આદર કરવાની વાત છે…

” બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે,,,

એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે…!!! ”

〰〰〰〰〰〰〰〰〰

તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…

મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!

〰〰〰〰〰〰〰〰〰

દોસ્ત… અજબ જાદુ છે તારા માં,,,

તું પૂછે મને… ” મજામાં ? ”

ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં…!!!

〰〰〰〰〰〰〰〰〰

જ્યારે ઘેરાયેલા હશેા
તમે દુઃખો થી…

તો સગા પણ
ફરીયાદ લઈ ને આવશે,,,

એક દોસ્ત રાખજો જીંદગી માં…

જે ખરા સમયે…

સુખો ની આખી
જાન લઈને આવશે…!!!

〰〰〰〰〰〰〰〰〰

નત મસ્તક છું હે ઈશ્વર,,,

તારી કરામત જોઇને…!!!

હસવા મોઢું એક આપ્યું…

ને રડવા આંખો બે …!!!

〰〰〰〰〰〰〰〰〰

” લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે,,,

પણ..

તેમને ક્યાં ખબર છે…??

આ તો કોઈ ના અભાવ નો પ્રભાવ છે ”

〰〰〰〰〰〰〰〰〰

તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકર નું ધાડું ,,,

મારે ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું…!!!

〰〰〰〰〰〰〰〰〰

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ…

બસ,

સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ…!!

〰〰〰〰〰〰〰〰〰

આ જમા ઉધારી ના ખેલ માં જ અમે કાચા રહી ગયા,,,

જમા રાખીને તમે જિદ્દ તમારી,

પ્રીત મારી ઉધારી ગયા…!!!

〰〰〰〰〰〰〰〰〰

ઉછળતા દરિયા ની જેમ,

ના કરીશ તું મને પ્રેમ,,,

ઓટ આવશે તો…

જીરવાશે કેમ…???

〰〰〰〰〰〰〰〰〰

લાગણીઓ જ થકવી જાય છે,,,

બાકી…

માણસ તો બહુ મજબુત હોય છે…!!

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય નેતાઓનું કર્તવ્ય : શાસનની ધુરા

aapnugujarat

થિયેટરમાં એક ખુરશી ખાલી છોડીને બેઠા હોય અને તો ય વાતો ખૂટતી ના હોય ….! અલ્યા કોઈ પોતાની પત્ની સાથે આટલી બધી વાતો કરે ખરું …?? પારકી સ્ત્રીનો જ એકે એક શબ્દ ગઝલ જેવો લાગે વા’લા….બાકી પત્નીનો તો એકે એક શબ્દ ભાષણ જ લાગે

editor

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1