Aapnu Gujarat
રમતગમત

ભારત-આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં આવતીકાલથી બીજી ટેસ્ટ

ફ્રીડમ સિરિઝની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. ભારત અને આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન ખાતે શરૂ થતી આ ટેસ્ટમાં પણ ઝડપી બોલરો છવાયેલા રહે તેવી શક્યતા છે. પ્રથમ ટેસ્ટમાં હાર ખાધા બાદ ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની સાથે પોતાના ૨૫ વર્ષની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીના ઇતિહાસમાં માત્ર એક જ મેચ સેન્ચુરિયનમાં રમી છે. આ ટેસ્ટ મેચ ડિસેમ્બર ૨૦૧૦માં રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં પણ ભારતને ઇનિંગ્સ અને ૨૫ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બેટ્‌સમેનો પેસ અને બાઉન્સની સામે ઉભા રહી શક્યા ન હતા. ૨૫ વર્ષના મોર્કેલે ૧૨.૪ ઓવરમાં ૨૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ડેલ સ્ટેઇને ત્રણ વિકેટ ઝડપી હતી. સ્ટેઇન ભલે ઇજાના કારણે સિરિઝથી બહાર થઇ ગયો છે પરંતુ મોર્ની મોર્કેલ ઝડપી આક્રમણનું નેતૃત્વ કરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં તરખાટ મચાવનાર ફિલાન્ડર પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ફિલાન્ડરે કેપટાઉન ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી હતી અને ટેસ્ટ મેચમાં કુલ નવ વિકેટ ઝડપી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. સેન્ચુરિયનમાં અલગ પ્રકારની વિકેટ છે. રબાડા સેન્ચુરિયનમાં વધારે સફળ રહ્યો છે. તેનાથી સૌથી વધારે ખતરો રહેલો છે. ૨૨ વર્ષના આ ઝડપી બોલરે હાલના વર્ષોમાં ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલ ફેંક્યા છે. તેના મુશ્કેલીમાં મુકનાર બાઉન્સર ચિંતા ઉપજાવે તેવા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપટાઉન ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરમજનકરીતે હાર થતાં ક્રિકેટ ચાહકોમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતું. મેચમાં જીતવા માટેની પુરતી તક હોવા છતાં ભારતીય બેટ્‌સમેનોએ કોઇપણ જવાબદારી વગરની બેટિંગ કરીને વિકેટો ફેંકી હતી અને જીતવા માટેના માત્ર ૨૦૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૧૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. મુરલી વિજય, શિખર ધવન, પુજારા, કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ગણાતા બેટ્‌સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા અને ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ હારી ગઈ હતી. ફિલાન્ડરે તરખાટ મચાવીને ૪૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોએ બાજી રાખીને જીતવાની તક સર્જી હતી પરંતુ બેટ્‌સમેનોએ નૌકા ડુબાડી દીધી હતી અને એક પછી એક બેટ્‌સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. વિરાટ કોહલી બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહેતા ચાહકોમાં રોષ છે. બીજી બાજુ પુજારા અને મુરલી વિજય તથા શિખર ધવન પણ જવાબદારી વગરની બેટિંગ કરીને આઉટ થયા હતા. ટીમમાં કેપ્ટન ડુ પ્લેસીસ સિવાય ડિવિલિયર્સ, હાસીમ અમલા જેવા આધારભુત બેટ્‌સમેનો રહેલા છે. જો કે પ્રથમ ટેસ્ટમાં આ ખેલાડી અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યા ન હતા. દુનિયામાં સૌથી ઘાતક બોલિગ હાલમાં આફ્રિકા પાસે જ છે . તે બાબતની સાબિતી પ્રથમ ટેસ્ટમાં મળી ગઇ હતી. કોહલી, પુજારા, મુરલી વિજય, રહાણે જેવા ખેલાડીઓ કોઇપણ બોલરોને મુશ્કેલીમાં મુકી શકે છે. લાંબા સમય સુધી પીચ ઉપર રહીને લાંબી ઇનિંગ્સ રમવામાં આ બેટ્‌સમેનો સક્ષમ છે. આફ્રિકામાં વિકેટ ઉછાળવાળી હોવાથી ઝડપી બોલરોને મદદ મળશે. ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહમ્મદ સમી ટીમ ઇન્ડિયાની જવાબદારી સંભાળશે. હાર્દિક પંડ્યા મોટા ઓલરાઉન્ડર તરીકે ઉભરી રહ્યો છે. અશ્વિન સ્પીનર તરીકેની જવાબદારી સંભાળશે.પ્રથમ ટેસ્ટ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવાઇ છે.

Related posts

Euro 2020 qualifying: Romelu Lukaku scored 2 close-range finish as Belgium beats Scotland 3-0

aapnugujarat

बाहर हुए हसन अली

aapnugujarat

ટી ૨૦ વર્લ્ડ કપમાં રવિ શાસ્ત્રીનો સીધો મુકાબલો ૭ આફ્રિકન અને ૩ ઓસ્ટ્રેલિયન કોચ સામે થશે

editor

Leave a Comment

UA-96247877-1