Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ત્રીજી વનડે જંગ થશે

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ડ્યુનેડિન ખાતે ત્રીજી વનડે મેચ રમાનાર છે. ન્યુઝીલેન્ડ ૨-૦ની લીડ ધરાવે છે ત્યારે ન્યુઝીલેન્ડ ઘરઆંગણે શ્રેણી જીતી લેવા માટે ઉત્સુક છે. બીજી બાજુ પાકિસ્તાન શ્રેણીને જીવંત રાખવા માટે ઇચ્છુક છે. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હાફિઝે સૌથી વધારે ૬૦ રન કર્યા હતા. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી.ગુપ્ટિલના શાનદાર અણનમ ૮૬ રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૨૫ ઓવરમાં ૧૫૧ રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૫ રન કર્યા હતા. આના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૬૬ રન બનાવી શકી હતી. પાકિસ્તાનની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ નવાઝ ટીમમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ઇમાદ વસીમ ઇજાગ્રસ્ત હતો અને તે ઝડપથી સ્વસ્થ થાય તેમ અમે માની રહ્યા છે. મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમને મજબૂત ટીમ બનાવવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. પાંચ વનડે મેચોની શ્રેણીમાં હાલમાં બે વનડે મેચો રમાઈ છે. આ બંને વનડે મેચોમાં ડકવર્થ લુઇસના આધારે ન્યુઝીલેન્ડની જીત થઇ છે. ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે.

Related posts

રોહિતને સૌથી નાના ફોર્મેટમાં કેપ્ટનશીપ સોંપવી જાેઈએ : પાનેસર

editor

भारतीयों को कभी भी कमतर नहीं आंकना : लैंगर

editor

Pranati Nayak won bronze medal in vault event at Senior Asian Artistic Gymnastics Championships

aapnugujarat

Leave a Comment

UA-96247877-1