Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સિનેમા હોલમાં ફિલ્મ શરૂ થતાં પહેલા દર્શાવવામાં આવનાર રાષ્ટ્રગીતને લઇને ફરી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સિનેમા હોલ માટે ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત વગાડવાની બાબતને ફરજિયાત કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. આ મુદ્દા ઉપર કેન્દ્ર સરકારનું વલણ બદલાઈ ગયા બાદ આ હિલચાલ હાથ ધરાઈ છે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, કોર્ટ પણ પોતાના નિર્ણયને બદલી દે છે. કેન્દ્ર સરકારે સોમવારના દિવસે જ કોર્ટમાં કહ્યું હતું કે, અદાલતને પોતાના આદેશમાં ફેરફાર કરવા જોઇએ. કેન્દ્ર સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે, આ મુદ્દા પર આંતર પ્રધાન સ્તરની કમિટિની રચના કરવામાં આવી ચુકી છે જેથી તે માર્ગદર્શિકા તૈયાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના દિવસે આ મામલામાં સુનાવણી કરતી વેળા સરકારના એફિડેવિટને સ્વીકાર કરીને કેટલાક સુચનો કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવા સાથે સંબંધિત અંતિમ નિર્ણય કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી કમિટિ દ્વારા લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, કમિટિને તમામ માપદંડો ઉપર વ્યાપકરીતે વિચારવા જોઇએ. આ ચુકાદા બાદ ફિલ્મથી પહેલા રાષ્ટ્રગીત વગાડવા અથવા ન વગાડવાની બાબત સિનેમા માલિકોની ઇચ્છા ઉપર આધારિત રહેશે. સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વેળા ઉભા થવાથી દિવ્યાંગોને રાહત મળતી રહેશે. રાષ્ટ્રગીત પર સુપ્રીમ કોર્ટના આદેશ અને કેન્દ્ર સરકારના વલણ ઉપર અનેક લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, લોકો મનોરંજન માટે ફિલ્મ નિહાળવા માટે જાય છે. ત્યાં તેમના ઉપર રાષ્ટ્રભક્તિ લાદવી જોઇએ નહીં. સુપ્રીમ કોર્ટે પણ ગયા વર્ષે ૨૩મી ઓક્ટોબરના દિવસે થયેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, રાષ્ટ્રગીત નહીં વગાડવાની બાબત રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં.

Related posts

देश में कोरोना का कहर जारी : 24 घंटे में मिले 45,230 नए केस

editor

છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મસ્જિદ તૂટી હતી

aapnugujarat

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાને મોટો ઝટકો, દર અઠવાડિયે આપવી પડશે હાજરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1