Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

અર્થતંત્રને લઇને ઇન્ડિયા ઇંક દ્વારા મોદીની પ્રશંસા

અર્થતંત્ર પર ઇન્ડિયા ઇંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને પુરતા માર્ક આપ્યા છે. સરકારની કામગીરીની પ્રશંસા કરી છે. ઇન્ડિયા ઇંકે સરકારની કામગીરીની પ્રશંસા કરતા કહ્યુ છે કે અર્થતંત્ર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યુ છે. જો કે નિકાસ અને કૃષિ સેક્ટર પર દબાણને ઘટાડી દેવા માટે સુસ્તીના કારણે તે ખુશ નથી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશભરમાં સીઇઓ વચ્ચે યોજવામાં આવેલા એક સર્વેમાં આ મુજબની વિગત સપાટી પર આવી છે. મોટા ભાગના ભાગ લેનાર સીઇઓ દ્વારા સરકારની કામગીરીની પ્રશંસા કરી છે. ૧૦ પૈકીના સાતે સરકારની પ્રશંસા કરી છે. એટલે કે સરકારને ૭૦ ટકા માર્ક મળ્યા છે. સર્વેમાં સામેલ થનાર મોટા ભાગના સીઇઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આગામી વર્ષે ઇકોનોમિક ગ્રોથમાં ખુબ વધારો થવાની અપેક્ષા નથી. સીઇઓ પોલ ૧૦ દિવસ સુધી ચાલ્યા બાદ તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આઇટીથી લઇને મેટલ અને હેવી એન્જિનિયરિગ સેક્ટરના ટોપ ૫૧ સીઇઓ સાથે વાત કરવામાં આવી હતી. આશરે ૫૫ ટકા બાગ લેનાર લોકોનુ માનવુ છે કે ૨૦૧૮-૧૯માં જીડીપી ગ્રોથ ૬.૫-સાત ટકા રહી શકે છે. આનો અર્થ એ થયો કે વર્ષ ૨૦૧૫-૧૭ની વચ્ચ સુસ્ત થયેલા અર્થતંત્રમાં રિક્વરી કરવામાં વધારે સમય લાગી શકે છે. ૪૯ ટકા લોકોનુ કહેવુ છે કે નોટબંધી અને જીએસટીના કારણે પડેલી તકલીફમાંથી હવે બહાર આવી ગયા છે. જો કે ૪૩ ટકા લોકો માને છે કે હાલમાં રિક્વરી તબક્કો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે સરકાર આકર્ષક યોજનાની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં ભાજપની સીટો ઘટી ગઇ છે. જો કે તે સરકાર બચાવી લેવામાં સફળ રહી છે.

Related posts

જરૂરી નથી કે અમિતાભ બીજેપીના દરેક બોગસ કામનો હિસ્સો બનેઃ નિરુપમ

aapnugujarat

ભારતમાં પણ હવે બોઇંગ ૭૩૭ મેક્સ બેન : ફ્લાઇટ ઉપર અસર

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીમાં હવે બે અબજ ડોલરથી વધુ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1