Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જરૂરી નથી કે અમિતાભ બીજેપીના દરેક બોગસ કામનો હિસ્સો બનેઃ નિરુપમ

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે અમિતાભ બચ્ચનને જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હોવાથી નારાજગી વ્યક્ત કરી છે. નિરુપમે કહ્યું છે કે, ’અમિતાભ આ દેશના એક મોટા કલાકાર છે. અમે બધા તેમનું ખુબ સન્માન કરીએ છીએ પરંતુ એવુ જરૂરી નથી કે તેઓ બીજેપીના દરેક બેવકૂફીવાળા કામનો હિસ્સો બની જાય.’ વધુમાં નિરુપમે કહ્યું છે કે, ’અમિતાભે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખસી જવું જોઈએ, નહીં તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.’ નોંધનીય છે કે, સરકારે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તે માટે એક ૪૦ સેકન્ડનો વીડિયો પણ બનાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા નિરુપમે જણાવ્યું છે કે, ’રજૂ કરવામાં આવેલા જીએસટીનો દરેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી ખામીઓ પણ છે. આ સંજોગોમાં જો અમિતાભ તેના બ્રાન્ડ એમ્બેસેડર રેહશે તો વેપારીઓ તેમની ઉપર પોતાનો ગુસ્સો કાઢશે. વિવિધ જગ્યાએ બચ્ચન સાહેબ સામે વિરોધ-પ્રદર્શન પણ થઈ શકે છે. અમારી બચ્ચનજીને સલાહ છે કે તેઓ સરકારના પાપના ભાગીદાર ન બને. મોદીજી અને અરુણ જેટલી તેમની ખામીઓ છુપાવવા માટે અમિતાભનો સહારો લઈ રહ્યા છે.’નિરુપમના હુમલાથી અમિતાભ બચ્ચને ટિ્‌વટર પર રિપ્લાય આપતા લખ્યું છે કે, ’તેમણે મને કહ્યું અને મેં કરી દીધું.’ આ પહેલાં જીએસટીના પ્રમોશન માટે ભારતીય ખેલાડી પીવી સિંધુને પસંદ કરવામાં આવી હતી. આ પ્રમોશનલ વીડિયોમાં પીવી સિંધુ બેડમિન્ટન કોર્ટ પર રમતી જોવા મળી હતી.વીડિયોમાં અમિતાભ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. તિરંગાના ત્રણ રંગો દ્વારા તેઓ જીએસટીનો અર્થ સમજાવી રહ્યા છે.
અમિતાભે વીડિયોમાં કહ્યું છે કે, આ ત્રણ રંગો માત્ર રંગ નથી. એક ઓળખ છે જે આપણને એક સૂત્રમાં બાંધે છે. વીડિયોમાં ’સારે જહાં સે અચ્છા’ સોંગનું બેક ગ્રાઉન્ડ મ્યૂઝિક પણ વાગી રહ્યું છે. આ વિશે પણ અમિતાભે કહ્યું કે, આ માત્ર એક ગીત નથી, એક જુસ્સો છે. આ આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે. આ વીડિયોમાં બીગ બી કહી રહ્યા છે, જીએસટી માત્ર એક ટેક્સ નથી, એક પહેલ છે દેશના બજારોને એક સૂત્રમાં બાંધવાની. જીએસટી…એક રાષ્ટ્ર, એક ટેક્સ, એક માર્કેટ. સરકારે ૧ જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લાગુ થવાના ફાઈનલ ફેઝમાં છે ત્યારે સરકારે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભને રજૂ કર્યા છે.અમિતાભ, મોદીના સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડાયેલા છે. બિગ બી ૨૦૦૨માં પલ્સ પોલિયો અભિયાન અને સેવ ટાઈગર કેમ્પેન સાથે પણ જોડાયેલા હતા. તે સિવાય તેઓ ગુજરાત ટૂરિઝમને પણ પ્રમોટ કરી ચૂક્યા છે.

Related posts

દેશની જનતા ૧૦૦ દિવસમાં મોદી સરકારના ત્રાસમાંથી સ્વતંત્ર થઈ જશે : રાહુલ ગાંધી

aapnugujarat

दिल्ली से वैष्णो देवी के लिए चलेगी वंदे भारत एक्सप्रेस

aapnugujarat

આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમને રાહત : ૧ ઓગસ્ટ સુધી ધરપકડ ટળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1